નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી જયરામ રમેશ (Jairam Ramesh)એ ફોજદારી માનહાનિનો કેસ (criminal defamation case)માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval)ના પુત્ર વિવેક ડોભાલની માફી માંગી લીધી છે. તો બીજી તરફ આ મામલે કરાવાં પત્રિકા (Caravan magazine)ના વિરૂદ્ધ ફોજદારી માનહાનિનો કેસ (criminal defamation case) ચાલતો રહેશે. 


ચૂંટણી પ્રચારના દૌરનો આપ્યો હવાલો
કોંગ્રેસ નેતા જયરામ રમેશ (Jayram Ramesh)એ કહ્યું કે 'મેં વિવેક ડોભાલ વિરૂદ્ધ નિવેદન આપ્યું. ચૂંટણીના સમયે મેં ગુસ્સામાં આવીને ઘણા આરોપો લગાવ્યા હતા. મારે આમ કરતાં પહેલાં તેની ખરાઇ કરવી જોઇતી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube