જેસલમેર: રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ચાલી રહેલા હાઇ એલર્ટ વચ્ચે સરહદી વિસ્તાર મોહનગઢમાં 3 શંકાસ્પદ યુવકો મળ્યાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી અનુસાર મોહનગઢના પીટીએમ ક્રોસરોડ્સની આસપાસ આ ત્રણ યુવકો સેનાના વાહનોની મૂવમેન્ટની ફોટોગ્રાફી કરી રહ્યાં હતા. એવામાં સેનાના જવાનો દ્વારા જ્યારે તેમને રોકવામાં આવ્યા ત્યારે આ ત્રણેય યુવક ત્યાંથી ભાગી રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: J&K: ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ, 2-3 આતંકીઓને ઘેર્યા


સેનાના જવાનોએ તેમનો પીછો કરી તેમને પકડી લીધા અને મોહનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધા જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ ત્રણેય શંકાસ્પદ યુવકોથી કરવામાં આવેલી પૂછપરછમાં સામે આવ્યું કે તેમનું નામ રાજપાલ, સરજીત સિંહ અને મિઠુરામ છે. જેમાં રાજપાલ અને સરજીત સિંહ પિતા પુત્ર છે અને મોહનગઢ નગરમાં મજુરીનું કામ કરે છે. ત્યારે ત્રીજો શંકાસ્પદ મિઠુરામ પાક શરણાર્થી છે અને લાંબા સમયથી મોહનગઢમાં નિવાસ કરી રહ્યો છે.


વધુમાં વાંચો: NTRO નો મોટો ખુલાસો: એર સ્ટ્રાઇક સમયે આતંકી કેમ્પમાં એક્ટિવ હતા 300 મોબાઇલ


પોલીસે જ્યારે આ શંકાસ્પદ યુવકોના મોબાઇલ ફોનની તપાસ કરી તો તેમાં સામે આવ્યું કે તેમના ફોનમાં ચાલી રહેલા વ્હોટ્સઅપમાં એવા ગ્રુપ છે જેમાં ઘણા પાકિસ્તાની લોકો પણ શામેલ છે. એવામાં આ લોકો પર શંકાનો દાયરો વધી ગયો છે. મોહનગઢના પોલીસ અધિકારી અમરસિંહ રતનૂએ જાણકારી આપતા જણાવ્યું કે, રવિવાર રાતે આ ત્રણેય બીએસએફની ગાડીઓના કાફલાના ફોટોગ્રાફી કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. એવામાં તેમની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી છે. સોમવારે તેમણે સંયુક્ત સુરક્ષા એજન્સીઓની પૂછપરછ માટે જેસલમેર મોકલવામાં આવ્યા છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...