આ 2 ક્લુની થઇ હોત તપાસ તો આજે 40 CPRF જવાનો ન થયા હોત શહીદ
પ્રાથમીક તપાસમાં માહિતી મળે કે જૈશ એ મોહમ્મદ વર્ષ 2017થી જ પુલવામાં જેવી મોટી હોનારત સર્જવાની ફિરાકમાં હતું
શ્રીનગર : પોલીસ અને સુરક્ષા દળોની પાસે દરરોજ અઢળક માહિતી આવતી હોય છે, દરેકની ગંભીરતાથી તપાસ કરવી શક્ય નથી. આ જ માહિતીમાંથી જેના પર પોલીસને શંકા હોય છે તો તેની તપાસ કરવામાં આવે છે. એકાદ પ્રસંગ જ્યારે પોીલસ અથવા સુરક્ષાદળ કોઇ માહિતીને નજર અંદાજ કરવાની ભુલ કરી બેસે છે તેની ભારે કિંમત ચુકવવી પડે છે. પુલવામાં આતંકવાદી હૂમલો આવી જ એક માહિતીની ચુકનું પરિણામ છે.
આ 2 ક્લુની થઇ હોત તપાસ તો આજે 40 CPRF જવાનો ન થયા હોત શહીદ
પુલવામામાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ હૂમલામાં CRPFનાં 40 જવાનોની શહાદત મુદ્દે પણ કંઇક એવું જ બન્યું. શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે, જૈશ એ મોહમ્મદ વર્ષ 2017થી જ પુલવામાં જેવી મોટી યોજના ઘડી રહ્યું છે. 2017માં આરજુ બશીર નામનાં એક યુવકનાં પરિવારજનો સાથે જમ્મુ કાશ્મીર પોલીસે મુલાકાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, જૈશ તેને આતંકવાદી બનવાની ઓફર આપી હતી. સાથે જ ફિદાયીન હૂમલાખોર બનીને કાર દ્વારા સેનાની ગાડી ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો.
પુલવામા બાદ અલગતાવાદીઓ પર પ્રહાર: 5 નેતાઓની સુરક્ષા હટાવી લેવાઇ
26 જાન્યુઆરીએ મળેલ હિંટને પણ સુરક્ષાદળોએ હળવામાં લીધી
આ ઉપરાંત આ જ વર્ષે 26 જાન્યુઆરીએ પણ મરાયેલ જૈશના બે આતંકવાદીઓ અંગે માહિતી હતી કે તેઓ સુરક્ષા દળનાં કોઇ વાહનને ટાર્ગેટ કરવા માંગે છે. સુરક્ષાદળોએ બંન્ને આતંકવાદીઓ ઠાર માર્યા બાદ તેના મનસુબાઓ પર તપાસ નહી કરવાની ભુલ કરી હતી.
2019માં 10 જૈશના આતંકવાદી ઠાર મરાયા છે. ગત્ત 2 વર્ષમાં જૈશના 90 આતંકવાદી મરાયા છે. આ વાતથી જૈશ એ મોહમ્મદના હાઇકમાન્ડમાં ભારે ઉહાપોહ થઇ ગઇ હતી અને તેઓ કોઇ મોટી દુર્ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહાયા હતા.