નવી દિલ્હી: દેશમાં આતંકી હુમલાની અલર્ટ જાહેર કરાઈ છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનની છત્રછાયામાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકીઓ દેશને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જૈશના 5 આતંકવાદીઓ પીઓકેના રસ્તે જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીની ફિરાકમાં હોવાનું કહેવાય છે. જે આઈઈડી (IED) વિસ્ફોટ દ્વારા કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુપ્તચર એજન્સીઓએ આપી ચેતવણી
ગુપ્તચર એજન્સીઓના અલર્ટ બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે Zee News પાસે આ અલર્ટની કોપી છે. જેમાં કહેવાયું છે કે જૈશ એ મોહમ્મદના 5 આતંકીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર  (PoK)ના JANDROT વિસ્તારમાં હાજર છે. આ તમામ આતંકીઓ સાથે એક ગાઈડ પણ છે. 


Mann Ki Baat: ઓલિમ્પિકથી ભારતના યુવાઓના મન બદલાયા- પીએમ મોદી


સુરક્ષાદળોને નિશાન બનાવી શકે છે આતંકી
ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ આતંકવાદીઓ સુરક્ષાદળોને પણ નિશાન બનાવી શકે છે. આતંકી સતત ફોરવર્ડ લોકેશન અને એલઓસી પાસે રેકી પણ કરી ચૂક્યા છે. આ અલર્ટને બધાએ ગંભીરતાથી લીધી છે. અત્રે જણાવવાનું કે જ્યારથી અફઘાનિસ્તાનમાં હાલાત કાબૂ બહાર થયા છે, એમા પણ કાબુલ એરપોર્ટ પર થયેલા ભીષણ બોમ્બ વિસ્ફોટ પછી ગુપ્તચર એજન્સીઓ પહેલા કરતા પણ વધુ અલર્ટ થઈ ગઈ છે. આ બાજુ આતંકી સંગઠન હવે ભારતમાં આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube