શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર પોલીસે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ફૈયાઝ અહેમદ ભટ, તેમના પત્ની અને પુત્રીની હત્યામાં જૈશ એ મોહમમદના આતંકીઓ સામેલ હોવાની પુષ્ટિ કરી છે. આઈજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે જૈશના પાકિસ્તાની આતંકી સાથે એક સ્થાનિકની પણ ઓળખ કરી લેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે જણાવ્યું કે પુલવામાના ત્રાલમાં એસપીઓ ફૈયાઝ અહેમદ ભટ, તેમના પત્ની અને પુત્રીની હત્યાના મામલે અમે એક સ્થાનિક નાગરિક અને જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની આતંકીની ઓળખ કરી છે. તેમને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. જલદી તેમનો ખાતમો કરવામાં સફળતા મળશે.


તેમણે કહ્યું કે એસપીઓ ફૈયાઝ અહેમદના બાતમીદાર હોવાના મામલે ખોટું બોલી રહ્યા છે. પોલીસકર્મી હોવું કોઈ પાપ નથી. તેઓ કોઈ ઓપરેશનનો ભાગ નહતા. આ જ આતંકીઓનો અસલ ચહેરો છે. તેઓ સામાન્ય નાગરિકોને પણ નિશાન બનાવી રહ્યા છે. તેઓ ભય પેદા કરવા માંગે છે. 


આ અગાઉ આઈજી એસપીઓના પરિવારજનોને મળ્યા અને તેમને સાત્વના પાઠવી. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ અમારા એસપીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું.  તેમની પત્ની અને પુત્રીએ તેમને બચાવવાની ખુબ કોશિશ કરી પરંતુ આતંકીઓએ તેમના ઉપર પણ ગોળીઓ ચલાવી. તેમને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમણે દમ તોડ્યો. 


J&K: જમ્મુમાં ફરી જોવા મળ્યું ડ્રોન, એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલાની તપાસ NIA ને સોંપવામાં આવી


ફૈયાઝની 21 વર્ષની પુત્રીનું સોમવારે સારવાર દરમિયાન મોત થયું હતું. આતંકીઓએ અવંતિપોરા સ્થિત હરિપરિગામમાં આવેલા અધિકારીના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. એકે-47 લઈને આવેલા આતંકીઓએ ભટનો દરવાજો ખખડાવ્યો ત્યારે તેમના ચહેરા ઢાંકેલા હતા. જેવો ભટે દરવાજો ખોલ્યો કે તેમણે ફાયરિંગ શરૂ કરી દીધુ. પહેલા પોલીસ અધિકારી અને પછી તેમના પત્ની રઝા બાનો તેમનો ભોગ બન્યા. 


Corona Vaccine: ગર્ભવતી મહિલાઓ હવે જરાય ખચકાટ વગર મૂકાવે રસી, સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી


ઓફિસર અને તેમની પત્ની બાદ પુત્રીને મારી ગોળી
પેરેન્ટ્સને બચાવવા માટે દોડેલી પુત્રી રફીકાને પણ આતંકીઓએ ગોળી મારી. આ દરમિયાન ભટના પુત્રવધુ સાયમા પણ ઘરે જ હતા. જે બાળકને ખોળામાં લઈ રમાડી રહ્યા હતા. આતંકીઓએ તેમને અને તેમના પુત્રને લાત મારી. જીવ બચાવવા માટે સાયમા સુરક્ષિત ઠેકાણે ભાગી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube