શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના એક ટોપ આતંકીને ઠાર કરી સુરક્ષાદળોએ પુલવામા હુમલાનો બદલો લીધો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે કહ્યુ કે પુલવામા હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક ટોપ પાકિસ્તાની આતંકવાદીને જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં ઠાર કરી દેવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યુ કે અબૂ સૈફુલ્લા, જેને અદનાન, ઇસ્માઇલ અને લંબૂના નામથી પણ ઓળખવામાં આવે છે અને તે 2017થી ઘાટીમાં સક્રિય હતો, પુલવામા જિલ્લાના ત્રાલના હંગલમર્ગમાં એનકાઉન્ટર દરમિયાન એક અન્ય આતંકીની સાથે માર્યો ગયો છે. એટલું જ નહીં તે આતંકી મસૂદ અઝહરનો ખુબ નજીકનો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સીનિયર અધિકારીએ કહ્યુ કે તે 14 ફેબ્રુઆરી 2016ના થયેલા પુલવામા આતંકી હુમલા સહિત અન્ય આતંકી હુમલામાં સામેલ હતો. આતંકી અદનાન પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠનમાં રઉફ અઝહર, મૌલાના મસૂદ અઝહર અને અમ્મારનો એક મજબૂત સહયોગી હતો. જાણવા મળી રહ્યું છે કે તે વાહનથી ચાલનાર  IED નો નિષ્ણાંત હતો, જેનો અફઘાનિસ્તાનમાં નિયમિત ઉપયોગ કરવામાં આવે છે અને 2019ના પુલવામા હુમલામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતના 40 જેટલા જવાન શહીદ થયા હતા. 


આ પણ વાંચોઃ Gangster Kala Jathedi બાદ તેની ગેંગસ્ટર ગર્લફ્રેન્ડની પણ પોલીસે કરી ધરપકડ, વિગતો જાણી ચોંકી જશો


અધિકારીઓએ કહ્યું કે, તે તાલિબાન સાથે જોડાયેલો હતો. તે તલ્હા સૈફ અને ઉમરનો નજીકનો રહ્યો છે, જેને ઠાર કરી દેવામાં આવ્યા છે. એક સુરક્ષા ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે તેણે જૈશ સંગઠનને ફરીથી સ્થિપિત કરવા અને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો તથા અવંતીપોરા, વિશેષ રૂપથી પુલવામાના કાકપોરા અને પંપોર ક્ષેત્રના ઉપયોગ નવા આતંકી સમૂહોની ભરતી માટે અને હુમલાને અંજામ આપવા માટે અન્ય ભાગોમાં તેને લઈ જવા માટે એક હોટબેડના રૂપમાં કર્યો. 


અધિકારીઓએ તે પણ કહ્યુ કે, બીજા આતંકવાદીની ઓળખ હજુ થઈ નથી. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકીઓની પાસે એક એમ-4 રાઇફલ, એકે-47 રાઇફલ, એક ગ્લોક પિસ્તોલ અને એક અન્ય પિસ્તોલ જપ્ત થઈ છે. પોલીસે કહ્યું કે, સુરક્ષા દળોએ આજે સવારે સંયુક્ત અભિયાન શરૂ કર્યુ અને ઘેરાબંધી તથા સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારી થઈ, જેમાં બંને આતંકીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી કાશ્મીરમાં કેટલાક મહત્વના કમાન્ડરો સહિત ઓછામાં ઓછા 87 આતંકીઓનો ખાત્મો કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube