રોહતક: આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ (Jaish-e-Mohammed) દ્વારા શનિવાર સાંજે રોહતક જંકશન (Rohtak Railway junction‌)ના સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ યશપાલ મીણાના કાર્યાલયમાં એક પત્ર  મોકલાયો. પત્રમાં આઠ ઓક્ટોબરના રોજ 10 રેલવે સ્ટેસન અને છ રાજ્યના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે. આઠ ઓક્ટોબરે દશેરા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રમાં રોહતક જંકશન, રેવાડી, હિસાર, કુરુક્ષેત્ર, મુંબઈ સિટી, બેંગ્લુરુ, ચેન્નાઈ, જયપુર, ભોપાલ, કોટા, ઈટારસી રેલવે સ્ટેશનો અને રાજસ્થાન, ગુજરાત, તામિલનાડુ, એમપી, યુપી, તથા હરિયાણા સહિત છ રાજ્યોના મંદિરોને ઉડાવવાનો ઉલ્લેખ કરાયો છે. પત્ર મળ્યા બાદ મામલો ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચ્યો. જીઆરપી અને આરપીએફના જવાનોએ રેલવે સ્ટેશનથી પસાર થનારી ટ્રેનો અને પ્લેટફોર્મ પર ચેકિંગ વધારી દીધુ છે. 


જુઓ LIVE TV



રેલવે સ્ટેશનના સુપ્રીટેન્ડેન્ટ યશપાલ મીણાને મળેલા પત્રને મસૂદ અહેમદ નામની કોઈ વ્યક્તિએ લખ્યો છે. તેણે પોતાની જાતને જૈશ એ મોહમ્મદના જમ્મુ કાશ્મીરના એરિયા કમાન્ડર તરીકે ઓળખાવી છે. પત્રમાં લખ્યું છે કે 'અમે અમારા જેહાદીઓના મોતનો બદલો જરૂર લઈશું. આ વખતે અમે ભારત સરકારને ઉડાવી દઈશું. 8 ઓક્ટોબરના રોજ રેવાડી, રોહતક, હિસાર, કુરુક્ષેત્ર, બોમ્બે સિટી, ચેન્નાઈ, બેંગ્લોર, ભોપાલ, જયપુર, કોટા, ઈટારસી રેલવે સ્ટેશનો તથા રાજસ્થાન, ગુજરાત, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, યુપી, હરિયાણા સહિત હિન્દુસ્તાનના અનેક પ્રદેશોમાં રેલવે સ્ટેશનો તથા મંદિરોને બોમ્બથી ઉડાવી દઈશું. અમે જેહાદીઓ હજારોની સંખ્યામાં હિન્દુસ્તાનને તબાહ કરી દઈશું. ચારેબાજુ લોહી અને લોહી જ નજરે ચડશે. ખુદા હાફિઝ.'


પત્રને ગંભીરતાથી લઈને તેની તપાસ શરૂ કરી દેવાઈ છે. આ બાજુ રેલવે સ્ટેશનોની સુરક્ષા વધારવાના આદેશ આપવામાં આવ્યાં છે.