મુંબઈ: એસ જયશંકરના પુસ્તકની મરાઠી આવૃત્તિનું મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિમોચન કર્યું હતું. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એસ જયશંકરને કહ્યું કે પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે તેના પર તેઓ ટિપ્પણી કરી શકે તેમ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતના પાડોશી દેશો પર ફરી એકવાર મોટો હુમલો કર્યો છે. તેમના પુસ્તકના વિમોચનનો પ્રસંગે તેમને કેટલાક સવાલો પુછવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે જેમ પાંડવો પોતાના સંબંધીઓને પસંદ કરી શકતા નહોતા, તેવી જ રીતે ભારત પોતાના ભૌગોલિક પડોશીઓની પસંદગી કરી શકતું નથી. ભારતના મોટા પડોશી દેશ પાકિસ્તાન અને ચીન છે. બંને દેશ એલએસી અને એલઓસી પર દેશ વિરુદ્ધ ષડયંત્ર રચતા રહે છે. પાકિસ્તાની આતંકવાદે આપણને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે.


પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જણાવ્યું હતું કે તમે તમારા મિત્રોને બદલી શકો છો, પરંતુ તમારા પડોશીઓ નહીં. તેઓ હંમેશા પડોશીઓ સાથે વધુ સારા સંબંધો ઈચ્છતા હતા અને તેની પહેલ લાહોર બસ યાત્રા હતી. પરંતુ બદલામાં કારગિલ યુદ્ધ મળ્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે જેમ પાંડવો તેમના સંબંધીઓને પસંદ કરી શકતા નહોતા, તેવી જ રીતે ભારત પોતાના ભૌગોલિક પડોશીઓની પસંદગી કરી શકે નહીં. આ આપણા માટે વાસ્તવિકતા છે. જયશંકરે કહ્યું કે, તેમણે પાકિસ્તાનના સ્પષ્ટ સંદર્ભમાં કહ્યું કે, આપણા પાડોશી દ્વારા આપવામાં આવેલા આ ખતરાથી ભારત જેટલું નુકસાન કોઈ દેશને થયું નથી.


લોહીના આંસુ રડી રહ્યું છે પાકિસ્તાન 
પાકિસ્તાનની હોસ્પિટલોમાં દવાઓની અછત છે અને ટૂંક સમયમાં ઘઉં, ખાતર અને પેટ્રોલ જેવી વસ્તુઓની અછત સર્જાઈ શકે છે. વડાપ્રધાન શરીફે આમ લોકોને સરકારને તેના આયાત બિલને ઘટાડવામાં મદદ કરવા માટે પાણી, ગેસ અને વીજળી જેવા સંસાધનો બચાવવા કહ્યું છે, જે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યું છે. એસ જયશંકરે એમ પણ કહ્યું હતું કે સિંધુ જળ સંધિ એક તકનીકી બાબત છે અને ભવિષ્યની કાર્યવાહી ભારત અને પાકિસ્તાનના સિંધુ કમિશનરો વચ્ચેની વાતચીત પર નિર્ભર રહેશે.


સર્જિકલ સ્ટ્રાઈક યોગ્ય નિર્ણય- જયશંકર
આતંકવાદ વિરુદ્ધ ભારતના મજબૂત વલણ પર તેમણે પુલવામા અને ઉરી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો અને તેમને નિર્ણાયક કાર્યવાહી ગણાવી. એસ જયશંકરે કહ્યું કે સ્વાભાવિક રીતે અમને આશા છે કે સારી લાગણી જળવાઈ રહે. એસ જયશંકર તેમના અંગ્રેજી પુસ્તક "ધ ઈન્ડિયા વે: સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેન વર્લ્ડ" ના વિમોચન માટે પૂણેમાં હતા, જેનો મરાઠીમાં 'ભારત માર્ગ' તરીકે અનુવાદ કરવામાં આવ્યો છે.


ધ વે ઈન્ડિયા પુસ્તક લોન્ચિંગ
એસ જયશંકરના પુસ્તકની મરાઠી આવૃત્તિનું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિમોચન કર્યું હતું. જ્યારે એસ જયશંકરને પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે તેના પર તેઓ ટિપ્પણી કરી શકતા નથી. ધ ન્યૂઝ ઈન્ટરનેશનલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વ બેંકે વર્તમાન નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિને 4 ટકાથી ઘટાડીને 2 ટકા કરી છે, એમ કહીને ઈસ્લામાબાદ વધતી જતી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.