વિદેશ મંત્રીને જ્યારે અડધી રાતે ફોન કરીને PM મોદીએ પૂછ્યું હતું....`જાગો છો?`

ન્યૂયોર્ક પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરવાના અનુભવને શેર કર્યો. આ દરમિયાન તેમણે પીએમ મોદીની નેતૃત્વ ક્ષમતાના પણ વખાણ કર્યા અને કહ્યું કે મોટા નિર્ણયના પરિણામોને સંભાળવો પણ તેમનો એક ખાસ ગુણ છે.
ન્યૂયોર્ક પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરવાના અનુભવને શેર કર્યો. આ દરમિયાન તેમણે પીએમ મોદીની નેતૃત્વ ક્ષમતાના પણ વખાણ કર્યા અને કહ્યું કે મોટા નિર્ણયના પરિણામોને સંભાળવો પણ તેમનો એક ખાસ ગુણ છે. ઓ 'Modi@20: Dreams Meet Delivery' પુસ્તક સંલગ્ન એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
વિદેશ મંત્રીએ વર્ષ 2016માં અફઘાનિસ્તાનમાં ભારતીય કોન્સ્યૂલેટ પર થયેલા હુમલાના એ દોરને યાદ કર્યો. તેમણે કહ્યું કે, 'અડધી રાત વીતી રહી હતી અને અફઘાનિસ્તાનના મજાર એ શરીફમાં આપણા કોન્સ્યૂલેટ પર હુમલો થયો હતો અને અમે શું થયું છે તેની ભાળ મેળવવા માટે ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા.' તેમણે કહ્યું કે 'આ બધુ ચાલી જ રહ્યું હતું અને બધાને ફોન દ્વારા જાણકારીઓ અપાઈ રહી હતી. ત્યારબાદ મારો ફોન રણક્યો. જ્યારે પ્રધાનમંત્રી કોલ કરે છે ત્યારે કોઈ કોલર આઈડી આવતી નથી. તેમનો પહેલો સવાલ હતો- જાગો છો?'
વિદેશ મંત્રીએ આગળ જણાવ્યું કે પીએમએ તેમને પૂછ્યું કે 'જાગો છો...સારુ ટીવી જોઈ રહ્યા છો...ત્યાં શું થઈ રહ્યું છે.' જયશંકરે પીએમ સાથે વાતચીત અંગે જણાવ્યું કે 'મેં તેમને કહયું કે તેમાં કેટલાક વધુ કલાક લાગશે અને હું તેમના કાર્યાલયમાં કોલ કરી લઈશ. જેના પર તેમણે જવાબ આપ્યો- મને ફોન કરી દેજો'. તે દરમિયાન ભારત સતત લોકોને દેશમાંથી સુરક્ષિત બહાર કાઢવાના અભિયાનમાં સહયોગ કરી રહ્યું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube