અરૂણ જેટલીએ રાહુલ ગાંધીનાં `અલ્પજ્ઞાન` અંગે સવાલો ઉઠાવ્યા
રાહુલ ગાંધી જે પણ દાવાઓ કરે તે અંગે તેમણે પહેલા કમ કે કમ ગુગલ પર તો ચેક કરી લેવું જોઇએ, હાલનાં એનપીએની મોટા ભાગની લોન યુપીએનાં શાસનકાળમાં અપાઇ
નવી દિલ્હી : મધ્યપ્રદેશનાં મંદસૌરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે મોદી સરકાર પર મોટા ઉદ્યોગપતિઓનાં દેવા માફ કરવા સહિત ઘણા મોટા આરોપો લગાવ્યા. રાહુલ ગાંધીના આરોપોનાં જવાબમાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ ફેસબુક પર એક બ્લોગપોસ્ટ કર્યો હતો. જેટલીએ પોસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષના આરોપોને ન માત્ર બેજવાબદાર ગણાવ્યા પરંતુ રાહુલ ગાંધીનાં જ્ઞાન અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
ફેસબુક પોસ્ટમાં જેટલીએ કહ્યું કે, તેઓ (રાહુલ ગાંધી) કેટલું જાણે છે ? તે હવે જાણીશું ? મધ્યપ્રદેશમાં ભાષણ સાંભળીને આ સવાલોનાં જવાબ મુદ્દે મારી જિજ્ઞાસા વધી ગઇ છે. જેટલીએ મંદરૌસનાં પિપલિયા મંડીમાં રાહુલ ગાંધીની રેલી પુરી થયા બાદ એક ફેસબુક બ્લોગ લઘ્યો હતો. મંદસોરમાં તે જ સ્થળ પર એક વર્ષ અગાઉ 6 ખેડૂતોનાં પોલીસ ફાયરિંગમાં મોત નિપજ્યાં હતા.
ટોપ 15 ઉદ્યોગપતિઓનાં 2.5 લાખ કરોડની લોન માફ અંગે રાહુલે લગાવેલા આરોપો અંગે જેટલીએ કહ્યું કે, સરકારે કોઇ પણ ઉદ્યોગપતિની એક રૂપિયાની લોન પણ માફ નથી કરી. ઉદ્યોગપતિઓને અપાયેલ જે લોન ડુબી ગઇ છે, તેમાંથી મોટા ભાગની કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારનાં સમયમા અપાઇ હતી. જેટલીએ નોન પર્ફોમિંગ એસેટ્સ મુદ્દે રાહુલ ગાંધી પર વળતો હૂલો કર્યો હતો. તેમણે કહ્યું કે, જે એનપીએ છે તેનો મોટા ભાગનો હિસ્સો યુપીએ -2 સરકાર દરમિયાનનો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સરકાર આ દેવાની વસુલી માટેનીપ્રક્રિયા કરી રહ્યું છે.
આ પ્રકારે જેટલીએ જીડીપી અને અલગ અલગ સેક્ટર્સમાં નોંધાઇ રહેલા વધારાનાં આંકડાઓ રજુ કરતા જણાવ્યું કે, વધતી બેરોજગારીનાં રાહુલ ગાંધીએ વ્યક્ત કરેલા દાવામાં કોઇ તથ્ય નથી. તે માટે થઇ રહેલા દાવા માત્ર જ છે.