જયપુર: રાજસ્થાનમાં સ્વાઈન ફ્લુએ બરાબર પગપેસારો કરી લીધો છે. મળતી માહિતી મુજબ આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં 88 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 976 લોકોમાં H1N1 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સ્થિતિ એવી છે કે શરદી, તાવ અને વાઈરલના લગભગ 85 ટકાથી વધુ દર્દીઓ રાજકીય હોસ્પિટલોમાં છે, જેનાથી સ્વાઈન ફ્લુનું જોખમ વધી ગયું છે. જાલોર ધારાસભ્ય અમૃતા મેઘવાલ પણ સ્વાઈન ફ્લુની ઝપેટમાં છે. રાજસ્થાન સરકારે ફેસલો લીધો છે કે તમામ ધારાસભ્યોના સ્વાઈન ફ્લુના ટેસ્ટ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ ધારાસભ્યોના થશે H1N1 ટેસ્ટ
રાજસ્થાનના તમામ ધારાસભ્યોના સ્વાઈન ફ્લુ ટેસ્ટ કરવામાં આવશે. હકીકતમાં રાજસ્થાનના ભાજપ ધારાસભ્ય અમૃતા મેઘવાલમાં સ્વાઈન ફ્લુ પોઝિટિવ છે. ત્યારબાદ પણ તેઓ વિધાનસભા ગયા હતાં. ત્યારબાદથી બીજા ધારાસભ્યોમાં પણ સ્વાઈન ફ્લુનું જોખમ વધી ગયું છે. આથી સરકારે તમામ ધારાસભ્યોના સ્વાઈન ફ્લુ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે. 


સ્વાસ્થ્ય વિભાગે 15 ધારાસભ્યોનો કરાવ્યો ટેસ્ટ
રાજસ્થાન વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય અમૃતા મેઘવાલ સ્વાઈન ફ્લુ વાઈરસ પોઝિટિવ આવ્યાં બાદ સ્વાસ્થ્ય વિભાગના એક જૂથે 15 ધારાસભ્યોના લોહીના નમૂના લીધા. જયપુરના મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી નરોત્તમ શર્માએ વિધાનસભાને જણાવ્યું કે સદનના 15 સભ્યોના નમૂના સ્વાઈન ફ્લુ સંક્રમણની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. 


બીમારીને ગંભીરતાથી લે સ્વાસ્થ્ય વિભાગ- કાલીચરણ સરાફ
સતત વધી રહેલા કેસોને જોતા સ્વાસ્થ્ય મંત્રી કાલીચરણ સરાફે જનસ્વાસ્થ્ય વિભાગના નિદેશકને મામલાને ગંભીરતાથી લેવાની અને ખાસ સાવધાની વર્તવાના નિર્દેશ આપ્યાં છે. અત્રે જણાવવાનું કે ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભા વિસ્તારથી ધારાસભ્ય કીર્તિકુમારીનું ગત વર્ષે સ્વાઈન ફ્લુથી નિધન થઈ ગયું હતું. 


રાજસ્થાનમાં સ્વાઈન ફ્લુના સૌથી વધારે દર્દીઓ
દેશમાં સ્વાઈન ફ્લુના અનેક કેસો સામે આવ્યાં છે. બે માસમાં સ્વાઈન ફ્લુ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં 88 લોકોના જીવ લઈ ચૂક્યો છે અને 976 દર્દીઓ પોઝિટિવ આવી ચૂક્યા છે. 


સ્વાઈન ફ્લુના લક્ષણો
સ્વાઈન ફ્લુના લક્ષણ પણ સામાન્ય ઈન્ફ્લુએન્ઝા જેવા જ હોય છે. નાકનું સતત વહેવું, છીંકો આવવી, સતત ઊધરસ, માથામાં દુ:ખાવો, ઊંઘ ન આવવી, વધુ થાક, તાવ ન ઉતરવો, ગળામાં સતત ખારાશ વધવી વગેરે સ્વાઈન ફ્લુના પ્રમુખ લક્ષ્ણોમાંના એક છે. 


કેવી રીતે ફેલાય છે H1N1 વાયરસ
સ્વાઈન ફ્લુનો વાઈરસ હવામાં ટ્રાન્સફર થાય છે. આથી ખાંસવાથી, થૂંકવાથી વાઈરસ સ્વસ્થ લોકો સુધી પહોંચે છે. તે એક બીજા વચ્ચે બહુ ઝડપથી ફેલાય છે. ઈન્ફ્લુએન્ઝા એ સ્વાઈન ફ્લુ વાઈરસના એક પ્રકાર H1N1 દ્વારા સંક્રમિત વ્યક્તિ દ્વાર બીજા વ્યક્તિ સુધી ફેલાય છે. એક વાત યાદ રાખો કે સુવરનું માંસ ખાવાથી જ ખાલી સ્વાઈન ફ્લુ થાય તેવું નથી.