નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં ધર્મ અને જાતીના આધારે મતદાન કરવાની વાત આપણે જેટલી પણ નકારતા રહીએ, પરંતુ કોઇને કોઇ ધાર્મિક સંગઠન અથવા નેતા ધર્મ કે જાતીનાં આધારે મતદાન કરવાની અપીલ કરી જ દેતા હોય છે. હાલનો જ કિસ્સામાં મુસ્લિમોનાં ધાર્મિક સંગઠન જમાત એ ઇસ્લામી હિંદનો સામે આવ્યો છે. જમાત એ ઇસ્લામી હિંદે મુસલમાનોને ધર્મનાં નામે મતદાન કરવા માટેની અપીલ કરી છે. મુસ્લિમ સંગઠને પત્ર લખીને અપીલ કરી છે કે મુસલમાન મહાગઠબંધનને મતદાન કરે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બસપા પ્રમુખ માયાવતીએ સહારનપુરની ચૂંટણી રેલીમાં મુસ્લિમ સમુદાયને અપીલ કરી હતી કે તેમનો મત વહેંચાવો ન જોઇએ. બીજી તરફ સીએમ યોગીએ મેરઠમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે, કોંગ્રેસ બસપા-સપા મહાગઠબંધનને અલી પર વિશ્વાસ છે તે અમને બજરંગબલી પર વિશ્વાસ છે. મહાગઠબંધન અને કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, બીજા દળો તે સ્વિકારી ચુક્યા છેકે બજરંગબલીનાં અનુયાયીઓ તેને મત નહી આપે. 

ખતમ થવો જોઇએ લીલો વાઇરસ
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, તે લોકો (મહાગઠબંધન) છે, જે મુસ્લિમ લીગ જેવા લીલા વાઇરસ સાથેમળીને દેશને બર્બાદ કરવા માંગે છે. હવે સમય આવી ચુક્યો છે કે આ લીલા વાઇરસને સદૈવ માટે ખતમ કરી દેવામાં આવવો જોઇએ. માટે હવે હિંદુઓ પાસે ભાજપને મત આપવા સિવાય કોઇ જ વિકલ્પ નથી. જેથી હવે લીલા વાઇરસને ખતમ કરવા માટે કયુ બટન દબાવવાનું છે તે શિખવવાની જરૂર નથી.

હિંદુઓ પાસે નથી વિકલ્પ
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, જે પ્રકારે બસપા પ્રમુખ માયાવતીએ મુસ્લિમો માટે મતદાન કર્યું છે. મુસ્લિમોને કહ્યું છે કે તેઓ માત્ર ગઠબંધન માટે મતદાન કરે અને પોતાનાં મતનું વિભાજન ન થવા દે. મુસ્લિમોને કહેવાઇ રહ્યું છે કે તેઓ માત્ર ગઠબંધન માટે મતદાન કરે અને પોતાનાં મતને વહેંચાવા ન દે. હવે હિંદુઓ પાસે ભારતીય જનતા પાર્ટીને મત આપવા સિવાય બીજો કોઇ જ વિકલ્પ બચતો નથી.