નવી દિલ્હીઃ મુસ્લિમ સંગઠન જમાત ઉલ્મા-એ-હિંદે એક ટીવી ડિબેટ દરમિયાન કથિત રીતે પયગંબર મોહમ્મદને લઈને વિવાદિત ટિપ્પણી કરવાના મામલામાં ભારતીય જનતા પાર્ટીની સસ્પેન્ડ પ્રવક્તા નૂપુર શર્માને માફ કરવાની વાત કહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમાત ઉલમા-એ-હિંદના અધ્યક્ષ સુહૈબ  કાસમીએ રવિવારે કહ્યુ કે પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને ઇસ્લામ અનુસાર માફ કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે મુસ્લિમ વિદ્યાનોનું સંગઠન તેમની ટિપ્પણીને ધ્યાનમાં રાખી દેશવ્યાપી વિરોધથી અસહમત હતું. 


જમાત ઉલમા-એ-હિંદે શુક્રવારે નમાઝ બાદ નૂપુર શર્માની ટિપ્પણી અને દેશવ્યાપી વિરોધને લઈને રવિવારે દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. કાસમીએ કહ્યુ કે ઇસ્લામ કહે છે કે નૂપુર શર્માને માફ કરી દેવી જોઈએ. અમે નૂપુર શર્મા અને તેની વિવાદાસ્પદ ટિપ્પણી વિરુદ્ધ જુમાની નમાઝ બાદ દેશભરમાં શરૂ વિરોધ પ્રદર્શનથી અસહમત હતા. 


આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભાજપ એક્ટિવ, નડ્ડા અને રાજનાથને મળી મોટી જવાબદારી


અમે કાયદાને પોતાના હાથમાં લેવાના નથી
આ સિવાય જમાત ઉલમા-એ-હિંદે નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાના ભાજપના નિર્ણયનું પણ સ્વાગત કર્યું છે. કાસમીએ કહ્યુ કે અમે કાયદાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ કારણ કે ભારત દેશનો પોતાનો કાયદો છે અને અમે કાયદાને અમારા હાથમાં લેવાના નથી. કાયદો રસ્તા પર આવવા અને નિયમ તોડવાની મંજૂરી આપતો નથી. 


જમાત ઉલમા-એ-હિંદે એક ફતવો જારી કરવાનો નિર્ણય કર્યો છે જેના માધ્યમથી તે લોકોને નૂપુર શર્મા અને તેની ટિપ્પણીના સંબંધમાંકોઈપણ હિંસાનું સમર્થન ન કરવાનો આગ્રહ કરશે. જમાતે કહ્યુ કે ફતવો અસદુદ્દીન ઓવૈસી અને મોહમ્મદ મદની વિરુદ્ધ આવશે. 


મુસ્લિમ સંગઠનો અને તેના ફન્ડિંગની તપાસ થાય
આ સાથે જમાતે સરકારને ઘણા મુસ્લિમ સંગઠનો અને તેની ફન્ડિંગની તપાસ કરાવવાની પણ અપીલ કરી છે અને કહ્યું કે તે મુસ્લિમ સંગઠનોને હિંસા ભડકાવવાની મંજૂરી આપતું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube