નવી દિલ્હી: જામિયા નગર (Jamia Nagar)માં રવિવારે વિદ્યાર્થીઓ અને દિલ્હી પોલીસ (delhi police) વચ્ચે થયેલી હિંસક ઝપાઝપી બાદ સોમવારે સવારે પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે. દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધે તમામ વિદ્યાર્થીઓને છોડી મુક્યા છે. તો બીજી તરફ દિલ્હી મેટ્રોના તે સ્ટેશનોના ગેટ ખોલી દેવામાં આવ્યા છે જેમને ગઇકાલે સાંજે બંધ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ દિલ્હીના સાઉથ ઇસ્ટ જિલ્લામાં ઓખલા, જામિયા, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની, મદનપુર ખાદર ક્ષેત્રની તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલો સોમવારે બંધ રાખવાનો નિર્ણય ગઇકાલે સાંજે દિલ્હી સરકારે કર્યો હતો. મનીષ સિસોદિયાએ પોતે ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી હતી. 


તમને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન બિલ વિરૂદ્ધ પ્રોસ્ટેટ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે રવિવારે હિંસક ઝપાઝપી થઇ હતી જેમાં ઘણા વિદ્યાર્થીઓ અને પોલીસકર્મી ઘાયલ થયા હતા. 


જામિયા હિંસા બાદ દિલ્હીને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસને એલર્ટ રહેવા, સતત પેટ્રોલિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે. 


જામિયા નગર હિંસામાં દિલ્હી પોલીસે 2 કેસ નોંધ્યા છે. પોલીસ કેસ ન્યૂ ફ્રેંડ્સ કોલોની પોલીસમથકમાં આગચંપી, રમખાણો ફેલાવવા, સરકારી સંપત્તિને નુકસાન અને સરકારી કામમાં વિઘ્ન ઉભું કરવાનો કેસ નોંધ્યો છે. બીજો કેસ જામિયા નગર પોલીસ મથકમાં રમખાણો ફેલાવવા, પથ્થરમારો અને સરકારી કામમાં વિઘ્ન ઉભું કરવાનો નોંધ્યો છે. હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે કેસ કોના વિરૂદ્ધ નોંધાયા છે. 


જામિયા મિલિયા યૂનિવર્સિટી 5 જાન્યુઆરી સુધી બંધ વિદ્યાર્થીઓએ યૂનિવર્સિટી જવાનું શરૂ કર્યું. 


મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યૂનિવર્સિટી (MANUU) સ્ટૂડન્ટ યૂનિયને જામિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં પરીક્ષાના બહિષ્કારની જાહેરાત કરી છે. વિદ્યાર્થી સંગઠને આ સંબંધમાં યૂનિવર્સિટી અધિકારીને પત્ર પણ લખ્યો છે. 



જામિયા ટીચર્સ એસોસિએશનની ઇમરજન્સી બેઠક થશે. 



જામિયા નગરમાં રવિવારે રાત્રે થયેલી હિંસા બાદ સરિતા વિહારથી કાલિંદી કુંજ રોડ નંબર 13એને બંધ કરી દેવામાં આવ્યો છે. નોઇડાથી દિલ્હી જનાર મથુરા રોડ, આશ્રમ રોડ અને ડીએનડીથી જવાની સલાહ આપવામાં આવી છે જે બદરપુરની તરફથી આવી રહ્યા છે તે આશ્રમ ચોકથી આવે. 



રવિવારે સાંજે બંધ કરવામાં આવેલી તમામ મેટ્રો સ્ટેશનોની એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખોલી દેવામાં આવ્યા છે. 
 



જામિયા નગરમાં થયેલા હિંસક પ્રદર્શનમાં ડીસીપી સાઉથ ઇસ્ટ, એડિશનલ ડીસીપી સાઉથ, 2 એસપી, 5 એસએચઓ, ઇન્સ્પેક્ટર અને ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલોમાં સામેલ હેડ કોન્સેટેબલ મકસૂલ હસન અહમદને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી છે, જેના લીધે તેમને આઇસીયૂમાં એડમિડ કરવામાં આવ્યા છે.