શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ એકવાર ફરી હુમલો કર્યો છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામ વિસ્તારમાં મંગળવારે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ના એક પોલીસ અધિકારીની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી દીધી છે. 


એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શહેરના નૌગામ વિસ્તારના કનિપોરામાં આતંકીઓએ પોલીસ નિરીક્ષક પરવેઝ પર તેના આવાસ પર ગોળી મારી ઘાયલ કરી દીધો. તેમણે જણાવ્યું કે, અધિકારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું નિધન થયું છે. પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ શરૂ કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube