જમ્મુ : જમ્મુ કાશ્મીર તંત્રએ એક મોટા નિર્ણય લેતા શુક્રવારે લદ્દાખ માટે એક અલગ વિભાગ બનાવ્યો. અત્યાર સુધી કાશ્મીર વિભાગનો જ હિસ્સો હતો. તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા એક આદેશમાં જણાવ્યું કે, કાશ્મીર અને જમ્મુ વિભાગની જેમ હવે લદ્દાખ એક પુર્ણ સંચાલન અને મહેસુલ વિભાગ હશે, જ્યાં એક અલગ વિભાગીય અધિકારી અને પોલીસ મહાનિરીક્ષક પણ હશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં જણાવવામાં આવ્યું કે, લદ્દાખની રચના એક અલગ તાંત્રીક અને મહેસુલી તરીકે કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ત્રણ વિભાગ જમ્મુ, લદ્દાખ અને કાશ્મીર હશે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે તંત્રએ લેહ અને કારગીલ જિલ્લામાંથી મેળવીને એક અલગ તંત્ર અને મહેસુલ સંભાગની રચનાને મંજુરી આપી છે. તેનું મુખ્ય મથક લેહમાં જ રહેશે. 

વિભાગોનાં જિલ્લા સ્તરનાં પ્રમુખોનાં પદોની ઓળખ કરવા માટે યોજના, વિકાસ અને સંચાલન વિભાગનાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમીતિની રચનાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. તેના નવા વિભાગ અને ખાસ રીતે તેમના સ્ટાફ પેટર્ન, જવાબદારી અને આ કાર્યાલયો પ્રસ્તાવિત સ્થળો માટે જરૂર પડી શકે છે. આદેશમાં કહેવામાં આવ્યું કે, આ નિર્ણયથી લદ્દાખ ક્ષેત્રનાં લોકોને લાંબા સમયથી શાસન અને વિકાસની આકાંક્ષાઓ પુર્ણ થશે. 

આદેશ અંગે શું બોલ્યા રાજનીતિક દળ ?
નવા વિભાગની રચના અંગે નેશનલ કોન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું કે, આ વર્ષે થનાર ચૂંટણીમાં જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો તેઓ ચેનાબ ખીણ અને પીર પંજાલ વિસ્તારને પણ વિભાગનો દરજ્જો આપશે. પુર્વ મુખ્યમંત્રીએ લેહ અને કારગીલ જિલ્લાને એક કરીને વિભાગનો દરજ્જો આપવા અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા આ વાત કરી હતી. 

પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ પણ નવા વિભાગની રચના કરવાનાં નિર્ણયનું સ્વાગત કર્યું. જો કે તેમણે કહ્યું કે, તેઓ ચેનાબ ખીણ અને પીર પંજાલ ક્ષેત્રોને નજર અંદાજ કરવા પાછળ સરકારની મંશાને સમજવામાં નિષ્ફળ છે કારણ કે તેઓ વિસ્તારમાં સમાન રીતે દુરનાં વિસ્તાર છે અને ત્યાંની વસ્તી લદ્દાખ કરતા પણ વધારે છે.