શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના લોકો રાજ્યનો વિશેષ દરજ્જો હટાવ્યા બાદ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સોમવારે પહેલી ઇદ મનાવી રહ્યા છે. રાજ્ય તંત્રએ નમાજની વ્યવસ્થા અને તહેવારને શાંતિપુર્ણ રીતે પતાવવા માટે તહેવારને શાંતિપુર્ણ રીતે મનાવવા માટે સ્થાનિક મૌલવીઓ સાથે બેઠક પણ યોજી હતી. હિંસાના ડરથી રવિવારે શ્રીનગરમાં ફરીથી કર્ફ્યું જેવા પ્રતિબંધો લગાવી દેવાયા હતા, જેના કારણે ત્યાંની મોટા ભાગની મસ્જિદોમાં ઇદની નમાજની પરવાનગી અપાઇ નહોતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: Man Vs Wild નો સ્પેશ્યલ શો આજે રાત્રે 9 વાગ્યે, PM મોદીએ કરી આ રોચક વાત
સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલ ખીણમાં છે. તેઓ બકરી ઇદના દિવસે શ્રીનગરમાં લોકોને મળ્યાહ તા. આ અગાઉ તેમણે શોપિયા અને અનંતનાગમાં પણ લોકો સાથે મુલાકાત કરી હતી. ડોભાલે પુલવામાં અને અવંતીપુરામાં પણ સ્થિતી અંગે માહિતી મેળવી હતી. 
ચીન પણ પાક.ની પડખેથી ખસ્યું: કાશ્મીર વિવાદ શાંતિથી ઉકેલવાનું કહી છેડો ફાડ્યો
સરકાર દ્વારા કેટલીક તસ્વીરો જાહેર કરવામાં આવી હતી, જેના અનુસાર મસ્જીદોમાં ઇદની નમાજનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર પોલીસનાં અધિકારીક ટ્વીટર હેન્ડલ પર સોમવારે સવારે જણાવવામાં આવ્યું કે, ખીણનાં અલગ અલગ હિસ્સાઓમાં ઇદની નમાજ શાંતિપુર્ણ રીતે સંપન્ન થઇ. અત્યાર સુધી કોઇ અપ્રિય ઘટના અંગે માહિતી નથી. 


સ્વાતંત્ર સમારંભમાં ભાગદોડ, UP ભાજપ અધ્યક્ષની આંગળી કપાઇ ગઇ
VIDEO: જહાજ આગની જ્વાળામાં લપેટાયું, 29 ક્રુ મેમ્બર્સ પાણીમાં કૂદી પડ્યાં, એક ગુમ 
તહેવારો વચ્ચે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓને લઇ જનારા સરકારી વાહનો લગભગ તમામ સુનસાન અને ભીડભાડવાળા રસ્તાઓ પર જોવા મળ્યા, જે સામાન્ય રીતે આવા અવસરો પર જોવા મળે છે. આંતરિક સુરક્ષા માટે જમ્મુ અને કાશ્મીરમાં તહેનાત કેન્દ્રીય રિઝ્વ પોલીસ દળ (CRPF) એ જણાવ્યું કે, આ પ્રસંગે મિત્રતાપુર્ણ વાતાવરણ જળવાઇ રહે તે માટે અમે ઇદગાહ પર મીઠાઇઓ પણ વહેંચી. સીઆરપીએફનાં ડીઆઇજી એમ.દિનાકરે ટ્વીટ કર્યું કે, મીઠાઇ અને મુસ્કુરાહટ સીધો સંબંધ તહેવારો સાથે છે. એવામાં સીઆરપીએફ જમ્મને આ ઇદ અલ અજહા પર ઇદગાહમાં મીઠાઇઓ વહેંચી હતી. તમને બધા ઇદ મુબારક.


'દંગલ ગર્લ' બબીતા ફોગટે કેસરિયો ધારણ કર્યો, કહ્યું- હું મોદીજીના કાર્યોથી પ્રભાવિત છું


કલમ 370: નજરકેદ રખાયેલા ઉમર અને મહેબુબા બાખડી પડ્યાં, કારણ હતું ભાજપ


શાંતિપુર્ણ ઇદ મનાવવા માટે મૌલવીઓ અને કાશ્મીર ડિવીઝનલનાં કમિશ્રનર બશીર ખાન, પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર) સ્વયં પ્રકાશ પાણિ અને શ્રીનગરનાં જિલ્લા મેજીસ્ટ્રેટ શાહિદ ચૌધરી વચ્ચે રવિવારે એક બેઠક યોજાઇ હતી. ચોધરીએ નમાજ અદા કરનારા સ્થળો, કેટલીક મસ્જીદો અને મેદાનની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે, તેઓ અસુવિધા ઘટાડવા અને સુવિધાઓને સુચારુ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. 


J&K: LoC પર ભારે ભરખમ તોપો તહેનાત કરી રહ્યું છે પાકિસ્તાન, સરહદે મોટા ષડયંત્રનો ખુલાસો 


VIDEO: લદ્દાખના સાંસદ હાથમાં તિરંગો લઈને લેહના માર્કેટમાં લોકો સાથે નાચ્યા


ચૌધરીના અનુસાર શ્રીનગરમાં 250 થી વધારે એટીએમ મશીન ખોલવામાં આવ્યા છે અને બેંક શાખાઓ પણ ખુલી છે. બશીર ખાને કહ્યું કે, ઇદને શાંતિપુર્ણ બનાવવા માટે તંત્ર દ્વારા દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ જમ્મુ અને કાશ્મીર તંત્રએ ગત્ત થોડા દિવસોમાં લોકોને ઇદની ખરીદી માટે કાશ્મીર ખીણમાં લાગુ નિષેધાજ્ઞામાં પણ ઢીલ આપી છે. ખીણમાં બકરી ઇદ પહેલા ખરીદી માટે અપાયેલી છ કલાકની ઢીલ દરમિયાન લોકો બજારમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા.