નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ત્રીજા તબક્કાના મતદાન માટે આજે લોકો મતદાન કેન્દ્રો પર સવારથી પહોંચી રહ્યાં છે. કાશ્મીરમાં નગર નિગમની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રશાસને પૂરી વ્યવસ્થા કરેલી છે. પરંતુ મોટાભાગના વોર્ડ અલગાવવાદીઓના વર્ચસ્વવાળા અને દક્ષિણ કાશ્મીરમાં પડતા હોવાના કારણે ઘાટીમાં મતદાનમાં કોઈ ફેરફાર જોવા મળે તેની શક્યતા ઓછી છે. રાજ્યમાં ચોથા તબક્કાનું મતદાન 16 ઓક્ટોબરે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘાટીમાં આજે 44 વોર્ડમાં મતદાન થઈ રહ્યું છે. તેમાંથી 20 શહેરના વ્યવસાયિક ક્ષેત્રોમાં ચે. ઘાટીમાં 1989માં આતંકવાદે માથું ઉચક્યા બાદ ત્યાં મતદાનની ટકાવારી સામાન્ય રીતે ઓછી જોવા મળે છે. ઉત્તર કાશ્મીરના બારામૂલ્લા જિલ્લામાં ઉરીના 13 વોર્ડમાં મતદાનની ટકાવારી ઊંચી રહે તેવી શક્યતા છે. જ્યાં પારંપરિક રીતે ઉચ્ચ મતદાન નોંધાય છે. અનંતનાગમાં મટ્ટન વિસ્તારના વોર્ડમાં પણ આવું જ જોવા મળી શકે છે. જ્યાં કાશ્મીરી પ્રવાસીઓની સારી એવી સંખ્યા છે. 



આમ તો રાજ્યમાં ત્રીજા તબક્કામાં 207 વોર્ડમાં ચૂંટણી થવાની છે પરંતુ 100 વોર્ડમાં જ મતદાન થશે. જેમાઁથી 56 સાંભા જિલ્લામાં અને ઘાટીમાં 44 વોર્ડ છે. શહેર નગર નિગમની ચૂંટણીના બીજા તબક્કામાં 1.26 લાખ મતદારોવાળા જમ્મુમાં મતદાન ટકાવારી 80 ટકા રહી જ્યારે 2.20 લાખ મતદારોવાળા કાશ્મીરમાં મતદાન ઓછું થયું. ત્યાં ફક્ત 3.4 ટકા મત પડ્યાં. 


અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં બીજા તબક્કામાં 3.47 લાખ મતદારો, કુલ 31.3 ટકા મતદાન થયું. તેમણે જણાવ્યું કે પહેલા તબક્કામાં પણ કાશ્મીરમાં ફક્ત 8.3 ટકા મતદાન થયું હતું જ્યારે જમ્મુ અને લદ્દાખમાં 65 ટકા મતો પડ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું કે 19 વોર્ડવાળી શ્રીનગર નગર નિગમ, અહીં કુલ 1.78 લાખ મતદારો છે. ત્યાં ફક્ત 2.3 ટકા મતદાન થયું. જ્યારે 8300 મતદારોવાળા બાંદીપોરામાં 34.2 ટકા મતદાન થયું. 



તેમણે જણાવ્યું કે ઉત્તર કાશ્મીરના સોપોર  અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ક્રમશ: 6.1 ટકા અને 1.1 ટકા મતદાન થયું. અત્રે જણાવવાનું કે રાજ્યમાં આતંકીઓની ધમકીથીના કારણે સ્થાનિક ચૂંટણીઓમાં રાજ્યના બે મોટા પક્ષો નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીપીપી)એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. 


બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં બંધારણની કલમ 35એને કાયદાકીય પડકાર આપવાના વિરોધમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સરકારે ચૂંટણી માટે મત વિસ્તારોમાં રજાની પણ જાહેરાત કરી છે જેથી કરીને લોકો મતદાન કરી શકે.