નવી દિલ્હી/શ્રીનગરઃ જમ્મુમાં થોડા દિવસ પહેલા ડ્રોન આતંકી હુમલા બાદ શ્રીનગરમાં પણ ડ્રોન પર પ્રતિબંધ લાગી ગયો છે. કોઈપણ પ્રકારના ડ્રોન કે અન્ય અનમેન્ડ એરિયલ વીકલ્સ (UAVs) રાખવા પર પ્રતિબંધ હશે. તંત્રએ કહ્યું કે, જેની પાસે આવા ડિવાઇસ છે, તે નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દે. કઠુઆ અને રાજૌરી જિલ્લામાં પણ આવો પ્રતિબંધ લાગી ચુક્યો છે. જમ્મુ એરફોર્સ સ્ટેશન પર આતંકી હુમલામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રોન ઉડાવતા પહેલા... સરકારી વિભાગોએ પણ જાણ કરવી પડશે
શ્રીનગરના જિલ્લાધિકારી મોહમ્મદ એઝાજે પોતાના ઓર્ડરમાં કહ્યું કે, આ નિર્ણય એસએસપીની ભલામણો બાદ લેવામાં આવ્યો છે. જિલ્લામાં ડ્રોન કે આવા UAVs રાખવા/વેચવા/ભેગા કરવા, ઉપયોગ કરવા કે ટ્રાન્સપોર્ટ કરવા પર પ્રતિબંધ હશે. સરકારી વિભાગ જે ડોર્ન્સનો ઉપયોગ કરે છે, તેણે આમ કરતા પહેલા સ્થાનીક પોલીસ સ્ટેશનમાં માહિતી આપવી પડશે. 


Delhi Unlock-6: જાણો દિલ્હીમાં શું ખુલશે અને શું બંધ રહેશે, નવી ગાઇડલાઇન જાહેર


ડ્રોન ઘુષણખોરીને લઈને તમિલનાડુ, કેરલમાં હાઈ એલર્ટ
જમ્મુમાં ડ્રોન હુમલા બાદ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ તમિલનાડુ અને કેરલમાં હાઈએલર્ટ પર છે. ન્યૂઝ એજન્સી IANS એ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, એજન્સીઓએ તમિલનાડુ અને કેરલ, બન્ને પોલીસને એલર્ટ રહેવા અને રાજ્યોમાં ઘુષણખોરી માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. શ્રીલંકામાં હંબનથોટા પોર્ટ પર ચીની કબજા બાદ, તટરક્ષક દળ અને ભારતીય નૌસેનાની ગુપ્ત જાણકારી તમિલનાડુના સમુદ્રી ક્ષેત્ર અને કેરલના દક્ષિણી ક્ષેત્રમાં હાઈ એલર્ટ પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube