J&K માં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષાદળોએ ડ્રોન તોડી પાડ્યું, 5 કિલો વિસ્ફોટકો મળ્યા
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અખનૂર વિસ્તારમાં પોલીસે ડ્રોન તોડી પાડ્યું છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અખનૂર વિસ્તારમાં પોલીસે ડ્રોન તોડી પાડ્યું છે. મળતી માહિતી મુજબ ડ્રોનમાંથી પોલીસને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક મહિનામાં ડ્રોન ગતિવિધિઓ તેજ થઈ છે. અહીં 27 જૂનના રોજ ભારતીય વાયુસેના સ્ટેશન પર વિસ્ફોટકો પાડવા માટે ડ્રોનનો ઉપયોગ થયો હતો.
મળતી માહિતી મુજબ તોડી પાડવામાં આવેલા ડ્રોનમાંથી 5 કિલોગ્રામ IED મળી આવ્યું છે. જેને અસેમ્બલ કરીને આતંકીઓ તેનો ઉપયોગ આતંકી ગતિવિધિઓમાં કરી શકે તેમ હતા. એજન્સીઓ હવે એ તપાસ કરી રહી છે કે શું લશ્કર એ તૈયબા ગત કેટલાક મામલાઓની જેમ આતંકી હુમલા માટે આ રીતનો ઉપયોગ કરવાનું હતું કે નહીં. કહેવાય છે કે આ ડ્રોન આતંરરાષ્ટ્રીય સરહદની 6 કિમી અંદર મળ્યું.
Jammu-Kashmir: સોપોરમાં સુરક્ષાદળોએ 2 આતંકીનો ખાતમો કર્યો, LeT નો ટોપ કમાન્ડર ઠાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube