નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) માં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. કુલગામમાં બે અલગ-અલગ ઠેકાણે થયેલા એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આઇજી કાશ્મીરે એન્કાઉન્ટરની પુષ્ટિ કરતાં કહ્યું કે કુલગામના ગોપાલપુરા અને પોમ્બઇ વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયા છે. પોમ્બઇ વિસ્તારમાં મુઠભેડ હજુ ચાલુ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3-4 આતંકવાદી છુપાયેલા હોવાની સંભાવના
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના પોમ્બઇ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે વિશેષ જાણકારીના આધાર પર પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. તલાશી અભિયાન શરૂ થતાં જ આતંકવદી અને સુરક્ષાબળો વચ્ચે ગોળીબારી શરૂ થઇ ગઇ. જેવા જ સુરક્ષાબળો તે સ્થળે પહોંચ્યા, જ્યાં આતંકવાદી સંતાયેલા હતા, તે ભારે માત્રામાં ગોળીબારીની ચપેટમાં આવી ગયા, જેનાથી મુઠભેડ શરૂ થઇ ગઇ અને ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા. સુરક્ષાબળોને ઠાર મારેલા આતંકવાદીઓની લાશને કબજે કરી લીધી છે. વિસ્તારમાં હજુ પણ 3-4 આતંકવાદી છુપાયેલા છે. 

Viral News: પાણીપુરી ખાવાના શોખીનો જરા ચેતી જજો, ફોટો જોઇને ઉડી જશે હોશ


સાઇબર આતંકવાદીઓ પણ પણ નજર
તમને જણાવી દઇએ કે જમ્મૂ કાશ્મીર પોલીસ અને સેના સાઇબર આતંકવાદી પર પણ નકેલ કસી રહી છે, જેમને સફેદપોશ જિહાદીઓના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. પોલીસ અને સેનાની નજરોમાં તે સૌથી ખરાબ પ્રકારના આતંકવાદીઓ છે, જે ગુમનામ રહે છે પરંતુ તે યુવાઓની વિચારધારાને પ્રભાવિત કરી મોટા નુકસાનનું કારણ બને છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube