નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરના કુલગામ વિસ્તારમાં રવિવારે સવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ ચાલુ છે. આ મુઠભેડ કુલગામના ખુદવાની ક્ષેત્રના વાની મોહલ્લામાં થઇ ચાલુ છે. વિસ્તારમાં ઘણા આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે. સુરક્ષાબળોએ આ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. મુઠભેડ અને તલાશી અભિયાન સતત ચાલુ છે. સુરક્ષાબળોને શંકા છે કે શનિવારે કરવામાં આવેલી પોલીસ કોંસ્ટેબલ સલીમ હત્યા કરવામાં આવી હતી તેની પાછળ આતંકવાદીઓનો હાથ છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે જમ્મૂ-કાશ્મીરના કુલગામથી જ અપહરણ કરાયેલા પોલીસ કોંસ્ટેબલની આતંકવાદીએ શનિવારે હત્યા કરી દીધી છે. શહીદ કોંસ્ટેબલની લાશ શનિવારે કુલગામના જંગલોમાંથી મળી આવી છે. ઉલ્લેખનીય છે કે સવારે આતંકવાદીઓએ પોલીસના ટ્રેની કોંસ્ટેબલનું અપહરણ કરી લીધું હતું. અપહરણ કરવામાં આવેલા કોંસ્ટેબલની ઓળખ સલીમ શાહના રૂપમાં કરવામાં આવી હતી. 


કોંસ્ટેબલ સલીમ શાહ હાલમાં રજામાં પોતાના ઘરે આવ્યો હતો. તો બીજી તરફ આતંકી ઘટના વિશે સૂચના મળતાં જમ્મૂ-પોલીસ, સીઆરપીએફ અને ભારતીય સેનાના જવાનોની સંયુક્ત ટીમે કોંસ્ટેબલ સલીમની સુરક્ષિત વાપસી માટે સઘન અભિયાન શરૂ કર્યું હતું. સુરક્ષાબળોને કોઇ સફળતા મળે તે પહેલાં કોંસ્ટેબલ સલીમની શહાદતના સમાચાર આવ્યા. 



સુરક્ષાળોના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંસ્ટેબલ મોહંમદ સલીમ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અંતગર્ત આવનાર મુતાલહામા ગામનો રહેવાસી હતો. કોંસ્ટેબલ મોહંમદ સલીમ ગત કેટલાક મહિનાથી જમ્મૂ-કાશ્મીર પોલીસમાં કોંસ્ટેબલ તરીકે સિલેક્ટ થયો હતો. હાલ તેની હત્યા કઠુઆ સ્થિત પોલીસ ટ્રેનિંગ સેંટરમાં ટ્રેનિંગ ચાલી રહી હતી. ગત થોડા દિવસો પહેલાં પોતાના ઘરે આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સવારે હથિયાર બંધ આતંકવાદીઓએ કોંસ્ટેબલ મોહંમદ સલીમના ઘરે હુમલો કર્યો. આતંકવાદીઓએ હથિયારોના જોરે કોંસ્ટેબલ મોહંમદ સલીમનું અપહરણ કરી પોતાની સાથે લઇ ગયા. 



તો બીજી તરફ આતંકવાદીના ફરાર થયા બાદ પરિજનોએ આ બાબત સ્થાનિક પોલીસને સૂચના આપી. કેસની ગંભીરતાને જોતાં ઘાટીમાં તૈનાત બધા સુરક્ષાબળોએ આ સનસનીખેજ ઘટનાથી માહિતગાર કર્યા. ત્યારબાદ ભારે સંખ્યામાં સુરક્ષાબળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને વિસ્તારની ઘેરાબંધી કરી લીધી. સંયુક્ત સુરક્ષાબળોની ડઝનથી વધુ ટીમો બનાવી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.