જમ્મુ કાશ્મીર: પંચાયત સભ્યો માટે મોટા સમાચાર, મોદી સરકારે લીધો આ મોટ નિર્ણય
જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) સરકારે પંચાયત ચૂંટણીમાં પસંદગી કરવામાં આવેલા સભ્યોમાં સુરક્ષા ભાવના ઉભી કરવા માટે 25 લાખ રૂપિયાના વીમા કવર આપવાની મંજરી આપી છે. આતંકવાદથી સંબંધિત મોત મામલે પસંદગી કરવામાં આવેલા પંચાયત સંભ્યો અને શહેરી-સ્થાનિક સંસ્થાઓના સભ્યોને આ વીમો મળશે. સરકારના આ નિર્ણયનો તમામ પંચ-સરપંચ અને અર્બન લોકોલ બોડીઝના સંભ્યોએ સ્વાગત કર્યું છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) સરકારે પંચાયત ચૂંટણીમાં પસંદગી કરવામાં આવેલા સભ્યોમાં સુરક્ષા ભાવના ઉભી કરવા માટે 25 લાખ રૂપિયાના વીમા કવર આપવાની મંજરી આપી છે. આતંકવાદથી સંબંધિત મોત મામલે પસંદગી કરવામાં આવેલા પંચાયત સંભ્યો અને શહેરી-સ્થાનિક સંસ્થાઓના સભ્યોને આ વીમો મળશે. સરકારના આ નિર્ણયનો તમામ પંચ-સરપંચ અને અર્બન લોકોલ બોડીઝના સંભ્યોએ સ્વાગત કર્યું છે.
આ પણ વાંચો:- રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે સચિન પાયલટને કહ્યું નકામો, જાણો વધુમાં શું કહ્યું...
તમને જણાવી દઇએ કે, પંચ-સરપંચ જ નહીં જમીન સ્તર પર કામ કરનાર રાજકીય કાર્યકર્તા પણ આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યાં છે. તેઓ માને છે કે, આ પ્રકારના અન્ય પગલા ઉઠાવવાની જરૂરીયાત છે જેથી વધુ લોકો મુખ્યધારાથી જોડાય. ગંદરબાલ જિલ્લાના પંચોના અધ્યક્ષ નાઝિર અહેમદ રૈનાએ કહ્યું કે, હું તમામ પંચો તરફથી એલજી સાહેબને અભિનંદન પાઠવું છું કે, તેમએ આ ઓર્ડર જારી કર્યો અને જો કોઇ સભ્ય શહીદ થશે તો તેને 25 લાખ રૂપિયાનો વીમો મળશે. આ અમારી ખુબ જૂની માગ હતી જે પુરી થઇ છે.
આ પણ વાંચો:- લદ્દાખમાં જોવા મળશે રાફેલની તાકાત, આંદમાનમાં ભારત-અમેરિકાની નૌસેનાનો અભ્યાસ
ગાંદરબલના ભાજપના જિલ્લા અધ્યક્ષ ગુલામ હસને કહ્યું કે, અમે આ નિર્ણયની પ્રશંસા કરીએ છે. પંચ-સરપંચ અને અર્બન લોકલ બોડીઝના સભ્યોને 25 લાખ રૂપિયા મળશે. આ પ્રધાનમંત્રી તરફથી સારો નિર્ણય છે પરંતુ સાથે જ અમે આશા કરીએ છીએ કે, અન્ય આ પ્રકારના નિર્ણયોની જરૂરીયાત છે જેથી જે લોકોને લોકતંત્ર પર શંકા છે તેઓ પણ દેશના વિકાસમાં સામેલ થઇ શકે.
આ પણ વાંચો:- ભૂકંપની જલ્દી ચેતવણી માટે Googleની નવી યોજના, સુંદર પિચાઇએ કર્યો ખુલાસો
કાશ્મીર ઝોનના આઇજીપી વિજય કુમારે કહ્યું કે, જો કોઇ રાજકીય કાર્યકર્તા અથવા પંચ-સરપંચને ધમકી મળે છે તો અમે તેમને આગ્રહ કરીએ છીએ કે તેઓ તેમના એસપીને મળે અને સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube