જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકી સાથે અથડામણમાં ભારતીય સેનાના 3 જવાન શહીદ થયા. આતંકીઓની  ભાળ મેળવવા માટે વધુ સુરક્ષાદળોને ત્યાં મોકલવામાં આવ્યા છે. અધિકારીના જણાવ્યાં મુજબ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 


પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોને કુલગામ જિલ્લાના હલ્લન વન વિસ્તારના ઊંચાણવાળા વિસ્તારોમાં આતંકીઓની હાજરી વિશે સૂચના મળી હતી. ત્યારબાદ સેનાના જવાનોએ ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આતંકીઓએ આ દરમિયાન સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ જવાનોએ ક્રોસ ફાયરિંગ કર્યું અને આ સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં સુરક્ષાદળોના 3 જવાન ઘાયલ થયા અને સારવાર દરમિયાન તેમના મોત થયા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube