Jammu-Kashmir: NIA રેડ દરમિયાન 5 આરોપીઓની કરી ધરપકડ, ISIS ના મોડ્યૂલના ખુલાસા બાદ કાર્યવાહી
એનઆઇએ કાશ્મીર ઘાટીમાં અનંતનાગના ઉપરાંત શ્રીનગર, અવંતીપોરા અને બારામૂલામાં પણ રેડ પાડી છે. આ રેડ દસ વર્ષ જૂના કેસ સાથે સંબંધમાં કરવામાં આવી છે.
અનંતબાગ: જમ્મૂ કાશ્મીર માં આજે (રવિવારે) સવારે એનઆઇએ એ મોટી કાર્યવાહીની શરૂઆત કરી છે. એનઆઇએ અત્યારે જમ્મૂ કાશ્મીરના અનંતનાગ સહિત ઘણા ઠેકાણાઓ પર તાબતોડ રેડ (NIA Raids In Anantnag) પાડી હતી. એનઆઇએની ટીમ સાથે ઘટનાસ્થળ પર મોટી માત્રામાં સુરક્ષાબળ હાજર છે.
ટેરર ફંડિંગ કેસમાં 5 આરોપીની ધરપકડ
તમને જણાવી દઇએ કે આ દરમિયાન એનઆઇએ કાશ્મીરથી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચાર લોકોને અનંતનાગ અને 1 આરોપીને શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામનો સંબંધ ટેરર ફંડિંગ કેસ સાથે છે.
Rath Yatra 2021: આ પુલ પરથી પસાર થતા જ બધા પાપ દૂર થાય છે, કહેવાય છે પુરી ધામનો પ્રવેશ દ્વાર
આઇએસઆઇએસના મોડ્યૂલનો ખુલાસો
એનઆઇએ કાશ્મીર ઘાટીમાં અનંતનાગના ઉપરાંત શ્રીનગર, અવંતીપોરા અને બારામૂલામાં પણ રેડ પાડી છે. આ રેડ દસ વર્ષ જૂના કેસ સાથે સંબંધમાં કરવામાં આવી છે. જેનો સંબંધ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના મોડ્યૂલ (ISIS Module Case) સાથે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube