શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં રાજોરી જિલ્લાનાં નૌશેરામાં શુક્રવારે થયેલા IED (improvised explosive device) વિસ્ફોટમાં સેનાનો એક અધિકારી અને એક જવાન શહીદ થઇ ગયો. તે ઉપરાંત એક જુનિયર શહીદ થઇ ગયો. તે ઉપરાંત એક જુનિયર કમીશન્ડ અધિકારી (JCO) અને એક જવાનનાં ઘાયલ થયાની માહિતી છે. સુત્રોએ આ ઘટનાની માહિતી આપી હતી. સુત્રોના અનુસાર આ વિસ્ફોટ રાજોરી જિલ્લા પર રહેલા LoC પર પુખેરની વિસ્તારમાં રુપમતી ચોકીની નજીક થયો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ શંકાસ્પદ આતંકવાદીઓને રાજોરી જિલ્લાનાં લામ સેક્ટરમાં સીમા પર પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકોને નિશાન બનાવીને નિયંત્રણ રેખા પર લાગેલા માર્ગમાં આઇઇડી લગાવી રાખ્યું છે. તેમણે કહ્યું કે, વિસ્ફોટમાં એક જેસીઓ સહિત 2 જવાન ઘાયલ થઇ ગયા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેનાની તરફથી થનારા આઇઇડી વિસ્ફોટ અને હૂમલાના મુદ્દે સૈનિકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

આ ઉપરાંત શુક્રવારે આતંકવાદીઓએ શ્રીનગરનાં લાલચોકમાં પલાડિયમ સિનેમા નજીક CRPF બંકર પર ગ્રેનેડથી હુમલો કરી દીધો. આ દુર્ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. હાલ આ ઘટનામાં કોઇ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી નથી.