શ્રીનગર: જમ્મૂ અને કાશ્મીરમાં સુરક્ષાબળોને મંગળવારે મોટી સફળતા મળી હતી. કાશ્મીરના હંદવાડાના ગુલોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ મંગળવારે બે આતંકવાદીઓને મુઠભેડ બાદ ઠાર માર્યા હતા. આ વિસ્તાર કુપવાડા જિલ્લામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાબળોને વિસ્તારમાં આતંકવાદી સંતાયા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ તેમને શોધવા માટે શોધખોળ અભિયાન શરૂ કર્યું. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન આતંકવાદીઓ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધી. ત્યારબાદ સુરક્ષાબળોએ મોરચો સંભાળ્યો અને કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. જોકે વિસ્તારમાં શોધખોળ અભિયાન ચાલુ છે.



ફોટો સાભાર
તમને જણાવી દઇએ 8 સપ્ટેમ્બરને અનંતનાગમાં આતંકવાદીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. તેમાં જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર માર્યો હતો અને એક પોલીસકર્મી ઘાયલ થયો છે. ગત થોડા દિવસો સુરક્ષાબળોએ આતંકવાદીઓએ શોધખોળ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન તેમને પથ્થરબાજો પણ સામનો કરવો પડ્યો હતો.