જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે સેનાની ગાડીમાં આગ લાગી ગઈ. આ હુમલામાં 5 જવાન શહીદ થયા. જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ છે. જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સેનાએ આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો છે. જેની પુષ્ટિ સેના તરફથી થઈ છે. આતંકી સંગઠન જૈશ સમર્થિક PAFF એટલે કે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે. એડીજીપી જમ્મુ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પૂંછ પહોંચ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેના તરફથી જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે બપોરે લગભગ 3 વાગે રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પૂંછ વચ્ચે હાઈવેથી પસાર થઈ રહેલા સેનાના  એક વાહન પર અજાણ્યા આતંકીઓએ ફાયરિંગ કર્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓેએ ગ્રેનેડનો પણ ઉપયોગ કર્યો. જેના કારણે વાહનમાં આગ લાગી. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો ફાયદો  ઉઠાવી આ આતંકી હુમલો થયો. 



સેનાના જણાવ્યાં મુજબ આ ક્ષેત્રમાં કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના પાંચ જવાનો ઘટનામાં શહીદ થયા છે. એક અન્ય જવાન ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયો છે. આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ રક્ષામંત્રી રાજનાથ સિંહને સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ આતંકી હુમલામાં પાંચ જવાનના મોતની સૂચના આપી. ભારતીય સેનાના જવાન ગ્રાઉન્ડ સ્તરે નજર રાખી રહ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે. 



એવું કહેવાય છે કે આતંકીઓએ ગ્રેનેડ હુમલા બાદ ત્રણ  તરફથી ફાયરિંગ કર્યું. આ હુમલામાં ચાર આતંકીઓ સામેલ હોવાનું કહેવાય છે. હુમલા બાદ વાહનના ફ્યૂલ ટેંકમાં આગ લાગી ગઈ અને જોત જોતામાં તો આખુ વાહન આગની ઝપેટમાં આવી ગયું. સૂત્રોનું કહેવું છે કે જ્યારે આ હુમલો થયો ત્યારે જવાનો ગાડીમાં શાકભાજી અને અન્ય સામાન લઈને આવી રહ્યા હતા. તેને જમ્મુ કાશ્મીરમાં જી-20 સંમેલન પહેલા એક યુનિયોજિત હુમલો ગણાવવામાં  આવી રહ્યો છે.