JK: આતંકીઓએ પોલીસકર્મીઓના 9 કુટુંબીજનોનું અપહરણ કર્યું, પરિવારે છોડી મૂકવાની કરી અપીલ
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના વિભિન્ન વિસ્તારોમાંથી પોલીસકર્મીઓના પરિવારજનોનું અપહરણ કરતા ખળભળાટ મચ્યો છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના વિભિન્ન વિસ્તારોમાંથી પોલીસકર્મીઓના પરિવારજનોનું અપહરણ કરતા ખળભળાટ મચ્યો છે. અત્રે જણાવવાનું કે ગુરુવારે જ હિજબુલ મુજાહિદ્દીનના વોન્ટેડ આતંકી સૈયદ સલાહુદ્દીનના બીજા પુત્રની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અપહરણ કરાયેલા લોકોની તપાસ માટે સમગ્ર રાજ્યમાં સર્ચ અભિયાન ચલાવી રહી છે. ત્રાલથી અપહરણ રાયેલા આરિફ રાઠરના પરિવારે તેના છૂટકારા માટે આતંકવાદીઓને અપીલ કરી છે.
પોલીસે આ મામલે હાલ કોઈ નિવેદન જારી કર્યું નથી અને કહ્યું છે કે તેઓ અપહ્રત સંબંધી રિપોર્ટ્સની માહિતી મેળવી રહી છે. બીજી બાજુ આ ઘટના અંગે જાણકારી રાખનારા અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ ઓછામાં ઓછા પાંચ લોકોના શોપિયા, કુલગામ, અનંતનાગ અને અવંતિપોરામાંથી ધરપકડ કરી છે. અપહરણ કરાયેલા લોકોના પરિજન રાજ્યના પોલીસખાતામાં કામ કરે છે.
જે પોલીસકર્મીઓના સંબંધીઓનું અપહરણ કરાયું છે તેઓ કુલગામ, પુલવામા, બડગામ, ત્રાલ, અરવાનીમાં તહેનાત છે. જેમાં એસએચઓ નાઝિર અહેમદના ભાઈ આરિફ, ડીએસપી એઝાઝના ભાઈ, અરવાનીના પોલીસકર્મીનો પુત્ર, પોલીસકર્મી રફીક એહમદ રાઠરનો પુત્ર, એએસઆઈ બશીર એહમદનો પુત્ર યાસિર એહમદ, પોલીસકર્મી મકબુલ ભટ્ટનો પુત્ર ઝુબેર એહમદ, અબ્દુલ સલામનો પુત્ર સમર એહમદ રાઠર સામેલ છે.
તેમાં પોલીસ ઉપાધીક્ષકનો ભાઈ પણ સામેલ છે. આ ઘટનામાં ગાંદરબલ જિલ્લાથી અપહ્રત કરાયેલા પોલીસકર્મીના પરિજનને આતંકીઓએ ખુબ પીટાઈ કર્યા બાદ છોડી મૂક્યો હોવાનું જામવા મળ્યું છે.
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ અને અલગાવવાદીઓ દ્વારા થયેલી વિદેશી ફંડિંગની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ મોટી કાર્યવાહી કરતા ગુરુવારે વોન્ટેડ આતંકી સૈયદ સલાહુદ્દીનના બીજા પુત્ર શકીલ અહેમદની શ્રીનગરના રામબાગ વિસ્તારમાં સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી હતી. શકીલ પહેલા સલાહુદ્દીનના પહેલા પુત્રની પણ મની લોન્ડરિંગના મામલે ધરપકડ કરવામાં આવી હતી.