J&K: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 3 ઘૂસણખોરો માર્યા ગયા, 36 કિલો ડ્રગ્સ મળ્યું
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંબા સેક્ટરમાં 3 ઘૂસણખોરોને ઠાર કર્યા છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંબા સેક્ટરમાં 3 ઘૂસણખોરોને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી 36 કિલો ડ્રગ્સ પણ મળી આવ્યું છે.
કાશ્મીરમાં આતંકીઓનો કાળ બન્યા છે સુરક્ષાદળો
અત્રે જણાવવાનું કે ગત 31 જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ જૈશ એ મોહમ્મદના 4 આતંકીઓને ઠાર કર્યા હતા. હુમલામાં જૈશ કમાન્ડર ઝાહિદ વાની પણ માર્યો ગયો હતો. આ તમામ આતંકીઓની મૂવમેન્ટ 19 ડિસેમ્બરના રોજ પુલવામા પાસે ટ્રેક કરાઈ હતી પરંતુ ત્યારબાદ તમામ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હતા.
હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા આતંકીઓ
અત્રે જણાવવાનું કે જૈશ કમાન્ડર ઝાહિદ વાની, એક લોકલ અને એક પાકિસ્તાની આતંકી સાથે મળીને જમ્મુ અને કાશ્મીરમાં પોલીસકર્મીઓ પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યો હતો. પરંતુ તે પોતાના મક્સદમાં સફળ થઈ શક્યો નહીં અને સુરક્ષાદળોએ તેને ઠાર કર્યો.
Karnataka: હિજાબ વિવાદ વચ્ચે વિદ્યાર્થીનીઓએ પહેર્યો ભગવો સ્કાર્ફ, રાજ્ય સરકારે બહાર પાડ્યું આ ફરમાન
લશ્કર એ તૈયબાનો પણ એક આતંકી ઠાર
ગત 31 જાન્યુઆરીના રોજ બડગામમાં સુરક્ષાદળોએ લશ્કરના એક આતંકીને પણ ઠાર કર્યો હતો. બડગામના ચરાર એ શરીફ વિસ્તારમાં સુરક્ષાદળોએ અથડામણ દરમિયાન એક આતંકીને માર્યો હતો. માર્યા ગયેલા આતંકી પાસેથી AK-56 રાઈફલ મળી હતી.
PM મોદીના હૈદરાબાદ પ્રવાસ દરમિયાન રાજ્યના CM રહ્યા ગાયબ, BJP એ ગણાવ્યું અપમાન
નોઁધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં સિક્યુરિટી ફોર્સીસના ઓપરેશન ઓલઆઉટથી આતંકીઓ હેરાન પરેશાન છે. તેઓ કાશ્મીરને અશાંત કરવાની કોશિશ કરતા રહે છે પરંતુ સુરક્ષાદળો તેમના મનસૂબા નિષ્ફળ બનાવી દે છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube