CRPFનો કાફલામાં હંમેશા 1000થી ઓછા જવાનો હોય છે, આ વખતે 2500 કેમ ?
સીઆરપીએફનો વિશાળ કાફલો હતો તથા આશરે 2500 સુરક્ષા કર્મચારીઓ અલગ અલગ વાહનોમાં જઇ રહ્યા હતા, કાફલા પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો
શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં ગુરૂવારે જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ આત્મઘાતી હૂમલો કરીને ખીણમાં અત્યાર સુધીનો સૌથી ક્રુર હૂમલો કર્યો હતો. આ હૂમલામાં 40થી વધારે જવાનો ઘાયલ છે. અધિકારીઓનાં અનુસાર જૈશના આતંકવાદીઓએ વિસ્ફોટકોથી લદાયેલી વાહનથી સીઆરપીએફ જવાનોને લઇ જઇ રહેલી બસને ટક્કર મારી દીધી હતી. જેમાં ઓછામાં ઓછા 30 જવાનો શહીદ થઇ ગયા હતા. તેઓ 2016માં થયેલા ઉરી હૂમલા બાદ સૌથી ભીષણ આતંકવાદી હૂમલો છે.
સીઆરપીએફનાં મહાનિર્દેશક આરઆર ભટનાગરે જણાવ્યું કે, આ એક વિશાલ કાફલો હતો અને આશરે 2500 સુરક્ષા કર્મચારી અલગ અલગ વાહનોમાં જઇ રહ્યા હતા. કાફલા પર કેટલીક ગોળીઓ ચલાવવામાં આવી. આ કાફલો જમ્મુથી વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે ઉપડ્યો હતો અને એક અંદાજ અનુસાર તેને સૂર્યાસ્ત સુધી શ્રીનગર પહોંચવાનો હતો.
શા માટે જવાનોની સંખ્યા વધારે હતી
અધિકારીઓએ જણાવ્યું કે, ખીણમાં પરત ફરી રહેલા કર્મચારીઓની સંખ્યા વધારે હતી, કારણ કે રાજમાર્ગ પર છેલ્લા 2-3 દિવસથી ખરાબ વાતાવરણનાં કારણે તથા અન્ય વહીવટી કારણોથી કોઇ આવન જાવન નહોતુ થઇ રહ્યું. જેના કારણે કાફલામાં જવાનોની સંખ્યા વધેરી હતી. સામાન્ય રીતે કાફલામાં 1 હજારથી વધારે જવાનો ક્યારે પણ હોતા નથી. આ વખતે કર્મચારીઓની કુલ સંખ્યા 2547 હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, માર્ગને પરખવા માટે એક દળને ફરજંદ કરવામાં આવ્યુંહ તું અને કાફલામાં આતંકવાદી નિરોધક બખ્તરબંધ વાહન પણ હતા. આ હૂમલા બાદ ફોરેન્સીક અને બોમ્બ વિશ્લેષક દળ ઘટના સ્થળ પર પહોંચી ચુક્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, હૂમલાના કેન્દ્રમાં રહેલી બસ દળની 76મી બટાલિયનની હતી અને તેમાં 39 કર્મચારી બેઠેલા હતા.
કાશ્મીર ખીણમાં સીઆરપીએફના મહાનિરીક્ષક (અભિયાન) જુલ્ફીકાર હસને તેને વાહન પર કરવામાં આવેલો હૂમલો ગણાવ્યો હતો અને કહ્યું કે, જમ્મુ કાશ્મીર પોલીસે આ મુદ્દે તપાસ પોતાનાં હાથમાં લઇ લીધી છે.