શ્રીનગર : શનિવારે મધરાત્રે આશરે 1 વાગ્યે શોપિયા અને કુલગામ જિલ્લાની સીમા પર બટગુંડ ગામમાં સુરક્ષાદળોએ ઘેરો ઘાલ્યો. બે અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ટુકડીઓઓ આગળ વધી. આશરે એક કલાક સુધી અંધારામાં શાંતિ બાદ સળવળાટ થયો તો દળોએ ચેતવણી આપતા ફાયરિંગ કર્યું. જો કે સમર્પણ કરવાનાં બદલે ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ સામે ફાયરિંગ કર્યું. આ દરમિયાન સેનાનો એક જવાન ગોળી વાગતા ઘાયલ થઇ ગયો. ધીરે ધીરે આ પાયરિંગ ઘર્ષણમાં પરિવર્તિત થયો. રાત્રે 3 વાગ્યે સમાચાર આવ્યા કે ત્રણેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન ગોળીઓનો અવાજ બંધ થઇ ગયો, પરંતુ થોડા સમય બાદ ફરીથી ગોળીબાર થયો. આશરે 7 વાગ્યે સ્પષ્ટ થયું કે આ ઘર્ષણમાં લશ્કરનાં 6 આતંકવાદીઓ ઠાર મરાયા હતા. જેમાં શોપિયાના લશ્કર અને હિજબુલના કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. 


શબ પરથી ઓળખ કરતા ખબર પડી કે 2 લશ્કર અને 4 હિજબુલનાં આતંકવાદી હતા. જે પૈકી 3 કમાન્ડર હતા. ઠાર મરાયેલા આતંકવાદીઓનાં નામ મુશ્તાક અહેમદ મીર ઉર્ફે હમાદ (જિલ્લા કમાન્ડર શોપિયા), મોહમ્મ અબ્બાસ (જિલ્લા કમાન્ડર શોપિયા, હિજબુલ) અને ઉમર માજીદ માજ, અબુ હનજાલા (જિલ્લા કમાન્ડર કુલગામ, હિજ્બુલ), અન્ય ત્રણની ઓળખ મોહમ્મદ વસીમ વગય (શૈફુલહા), ખાલિદ ફારુક માલિક (તલ્હા) અને એક પાકિસ્તાની આતંકવાદી તરીકે થઇ છે. 

જિલ્લા પોલીસ એસપી સંદીપ કુમારના અનુસાર એક ઇનપુટના આધારે સુરક્ષાદળોએ શોપિયાના બટગુંડ વિસ્તારમાં ઓપરેશન ચલાવ્યું. ઓપરેશન લાંબો સમય ચાલ્યું. 6 આતંકી ઠાર મરાયા. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા હતા. શોપિયા ઉપરાંત એક વધારે ઘર્ષણમાં પોલીસે એક જૈશના આતંકવાદીને ઠાર માર્યો. તેની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો.