શ્રીનગર: પાકિસ્તાન તરફથી રમજાનના પવિત્ર માસમાં ફરીથી નાપાક હરકત કરવામાં આવી છે. આજે સવારે પાકિસ્તાને શસ્ત્રવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના બે જવાનો શહીદ થયા છે. મોડી રાતે લગભગ 1.15 વાગે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર પાકિસ્તાન તરફથી સરહદ પરની ચોકી પર ફાયરિંગ કરવામાં આવ્યું. આ ફાયરિંગમાં બીએસએફના બે જવાનો એએસઆઈ એસ.એન.યાદવ અને કોન્સ્ટેબલ વી.કે.પાંડે ગંભીર રીતે ઘાયલ થયાં. બંને જવાનોને તરત મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી પરંતુ તેમના જીવ બચાવી શકાયા નહીં.



બીજી બાજુ સરહદ પર ભારતની ચોકીઓ પર તહેનાત સેનાના જવાનઓ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા આ નાપાક ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય સેનાએ તરફ જ મોરચો સંભાળતા 51 એમએમ મોર્ટાર અને એમએમજીથી પાકિસ્તાની પોસ્ટ નુરુદ્દીન પર જવાબી કાર્યવાહી કરી. સરહદની બહારની ચોકી સાથે જોડાયેલા વિસ્તારોમાંથી પણ ફાયરિંગના અવાજો આવી રહ્યાં છે.