શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનો ભંગ થઈ રહ્યો છે. આ ફાયરિંગની આડીમાં પાકિસ્તાન કાશ્મીરમાં પોતાના આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ સરહદ પર તહેનાત ભારતીય સુરક્ષા દળોએ બુધવારે બાંદીપોરાના ગુરેજમાં બે પાકિસ્તાની ઘૂસણખોરોનો ખાતમો કર્યો છે. પાકિસ્તાન તરફથી  થઈ રહેલા સીઝ ફાયર ભંગમાં એક સ્થાનિક મહિલાનું પણ મોત થયું છે. વિસ્તારમાં આતંકીઓની શોધ માટે સર્ચ ઓપરેશન પણ ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ એલઓસી તંગધાર, બંગુસ અને ઉરીમાં પાકિસ્તાન તરફથી થઈ રહેલા સીઝ ફાયર ભંગ બાદ ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી. હાલ ફાયરિંગ  બંધ છે. પરંતુ તંગધારમાં પાકિસ્તાનના ફાયરિંગમાં 9 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એલઓસી નજીક આવેલા વિસ્તારોમાં સેનાએ આતંકીઓની ઘૂસણખોરી રોકવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...