Jammu Kashmir 3 Terrorists Killed in Pulwama Encounter: જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોએ અહીં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી પાકિસ્તાની સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા હતા. સુરક્ષાબળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર દારૂ ગોળા જપ્ત કર્યા હતા. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. 


જમ્મૂ કાશ્મીરના પુલવામામાં માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી સ્થાનિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને લશ્કર સાથે જોડાયેલા છે. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે સુરક્ષાબળો સાથે અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદી સ્થાનિક હતા અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube