શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં ગુરુવારે રાતે લાપત્તા થયેલા 4 પોલીસકર્મીઓમાંથી 3ના મૃતદેહો મળી આવતા તણાવ ફેલાઈ ગયો છે. મૃતકોમાં બે એસપીઓ અને એક પોલીસ કોન્સ્ટેબલ સામેલ છે. હાલ ત્રીજા એસપીઓ અંગે કોઈ સૂચના મળી નથી. તેના માટે સર્ચ અભિયાન ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે જેવી પોલીસ સુરક્ષાદળોને પોલીસકર્મીઓના ગુમ થયા હોવાની માહિતી મળી કે ત્યારબાદ સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ સુરક્ષાદળો અને પોલીસને જોઈન્ટ સર્ચ ઓપરેશન દરમિયાન વનગાંવથી 2 એસપીઓ અને એક કોન્સ્ટેબલના મૃતદેહો મળ્યાં. પ્રાથમિક માહિતી મુજબ હિજબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ 3 એસપીઓ અને એક કોન્સ્ટેબલનું અપરહણ કરી લીધુ હતું. 


મળતી માહિતી મુજબ ગુરુવારે એક સ્થાનિક ગામમાં રેડ દરમિયાન આતંકીઓએ 3 એસપીઓ અને એક સ્થાનિક નાગરિકનું અપહરણ કર્યું હતું. અપહણ કરાયેલા એસપીઓની ઓળખ કુલદીપ સિંહ, ફિરદૌરા, કોન્સ્ટેબલ નિસાર અહેમદ તરીકે થઈ હતી. આ તમામનું આતંકીઓએ કપ્રેન અને બટગુંડથી અપહરણ કર્યું હતું. 



(તસવીર- સાભાર- એએનઆઈ)


હિજબુલના આતંકીઓએ આપી હતી એસપીઓને ધમકી
કહેવાય છે કે ગુરુવારે રાતે હિજબુલના આતંકીઓએ એસપીઓને ધમકી આપી હતી. ગુરુવારે હિજબુલના આતંકીઓએ એસપીઓને એક ઓડિયો જારી કરીને કહ્યું હતું કે તેમણે રાજીનામા આપી દેવા જોઈએ. ઓડિયોમાં આગળ એમ પણ કહેવાયું હતું કે જો તેઓ જલદી એસપીઓના પદેથી રાજીનામા નહી આપે તો તેના પરિણામ ભોગવવા પડશે. ત્યારબાદ થોડીવારમાં પોલીસકર્મીઓ ગુમ થઈ ગયા હતાં. 


ઉલ્લેખનીય છે કે આ અગાઉ અનેકવાર ઘાટીમાં આતંકવાદીઓ પોલીસકર્મીઓ અને સેનાને નિશાન બનાવી ચૂક્યા છે. આતંકીઓએ પોલીસકર્મીનું અપરહરણ કરીને હત્યા કરી હોવાના બનાવ બન્યો હતો, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ હતી.