નવી દિલ્હી: આજે સવારે સાડા નવ વાગ્યે પીએમ મોદીના નિવાસ સ્થાને કેબિનેટ બેઠકનું આયોજન થયેલું છે. આ બેઠક અગાઉ ગૃહ મંત્રી અમિત શાહ વડાપ્રધાનને મળવા માટે પહોંચ્યા છે. અગાઉ સૂત્રોના જણાવ્યાં મુજબ આજે સવારે અમિત શાહની કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે પણ ચર્ચા થઈ છે. કેબિનેટ બેઠક વડાપ્રધાન નિવાસ સ્થાને(7 લોક કલ્યાણ માર્ગ) પર સવારે 9.30 કલાકે શરૂ થશે. એવી અટકળો છે કે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના હાલા, આર્ટિકલ 35એ અને કલમ 370 ઉપર ચર્ચા થઈ શકે છે. આ બાજુ રાજ્યના તણાવપૂર્ણ હાલાત જોતા જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યના ડીજીપી અને મુખ્ય સચિવ સાથે ઈમરજન્સી બેઠક પણ યોજી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજીત ડોવાલ પણ પહોંચ્યાં
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ પીએમ મોદીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા છે. 


જેના પર ખુબ બબાલ થઈ રહી છે તે કલમ 35A આખરે શું છે? હટશે તો J&Kમાં આ ફેરફાર આવશે


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...