શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના ત્રાલમાં સવારથી જ પોલીસ, સીઆરપીએફનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્રાલમાં 2થી 3 આતંકવાદીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ આતંકીઓ હિજબૂલ મુઝાહિદીનના છે. રાતથી ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં સેનાએ 2થી 3 આતંકીઓને ઘેરી લીધા છે. સેનાને જાણકારી મળી કે ત્રાલમાં કુપવાજામાં 2થી 3 આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. સૂચના મળતા જ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ હતી. આતંકવાદીઓએ જોયું કે તેઓ ઘેરાયેલા છે તો તેમણે ફાયરિંગ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...