Gadol Kokernag Encounter: જંગલમાં છૂપાઈને બેઠેલા આતંકીઓને ડ્રોને શોધી લીધા, હવે અંતિમ પ્રહારની તૈયારી
Anantnag Gadol Kokernag Encounter latest updates: કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના જંગલોમાં આતંકીઓની સાથે ચાલી રહેલી અથડામણ આજે ચોથા દિવસમાં પ્રવેશી છે. જંગલમાં છૂપાયેલા આતંકીઓનો ખાતમો કરવા માટે હવે સ્પેશિયલ ફોર્સ ઉતારવામાં આવી છે.
Anantnag Gadol Kokernag Encounter latest updates: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ છે. ગડોલ કોકેરનાગ વિસ્તારમાં ચાલી રહેલા અભિયાનના ત્રીજા દિવસે શુક્રવારે સુરક્ષાદળો ખુબ આક્રમક જોવા મળ્યા. આ દરમિયાન ડ્રોનથી કરાયેલા કોમ્બિંગમાં એક આતંકી જંગલમાં ભાગતો જોવા મળ્યો. એવું કહેવાય છે કે સુરક્ષાદળોએ આતંકીઓનું લોકેશન શોધી લીધુ છે.
બીજી બાજુ સ્પેશિયલ ફોર્સિસે અભિયાન ચલાવીને ગડોલના જંગલોમાં આતંકીઓના છૂપાવવાના ઠેકાણા નષ્ટ કરી દીધા છે. આ પહાડી વિસ્તારમાં નાના નાની કુદરતી ગુફાઓ હોવાના કારણે જવાનોને અભિયાનમાં સમય લાગી રહ્યો છે. દરેક ગુફામાં આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. આથી સુરક્ષાદળોના જવાનો સંભાળીને આગળ વધી રહ્યા છે.
શુક્રવારે વધુ એક જવાન શહીદ
છૂપાયેલા આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન અથડામણમાં વધુ એક સૈનિક શહીદ થયો છે. આ સાથે જ આ અભિયાનમાં શહીદ થનારા જવાનોની સંખ્યા ચાર થઈ છે. એક ટોચના પોલીસ સૂત્રે આ ખબરની પુષ્ટિ કરી છે. શુક્રવારે થયેલા ફાયરિંગમાં સિપાઈ ઘાયલ થયો હતો અને બાદમાં તેણે દમ તોડ્યો.
છેલ્લા બે દિવસની સરખામણીમાં સુરક્ષાદળોનું અભિયાન શુક્રવારે ખુબ આક્રમક જોવા મળ્યું. સેનાના જવાનોએ જંગલમાં આતંકીઓના સંભવિત ઠેકણા પર અનેક વિસ્ફોટ કર્યા અને ચાર કુદરતી ગુફાઓને નષ્ટ કરી. આ ગુફાઓનો ઉપયોગ આતંકીઓ જંગલમાં છૂપાવા માટે કરતા હતા.
સ્પેશિયલ ફોર્સિસનું બોમ્બિંગ
શુક્રવારે ચલાવવામાં આવેલા અભિયાનમાં રણનીતિ સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું. સ્પોટ પર કમાન્ડ સેન્ટર પણ લાવવામાં આવ્યું. આ સાથે જ હેલિકોપ્ટર અને ક્વોડકોપ્ટરને ઉડાવીને ટાર્ગેટ સેટ કરાયા. ત્યારબાદ સ્પેશિયલ ફોર્સિસે તે ટાર્ગેટો પર બોમ્બિંગ કરીને નષ્ટ કર્યા. છેલ્લા 3 દિવસમાં અત્યાર સુધીમાં 6 ગુફાઓ નષ્ટ કરાઈ છે. આતંકીઓના ઠેકાણા નષ્ટ કરવા માટે સૈનિકો શુક્રવારે આધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો. તેમાં UBGL, ગ્રેનેડ લોન્ચર અને આઈઈડી વિસ્ફોટ કરાયા. આ સાથે જ ટાર્ગેટ પર તાબડતોડ ફાયરિંગ કરાયું.
કુદરતી ગુફાઓ બની રહી છે રોડા
સુરક્ષાદળોના આ ઓપરેશનમાં ગાઢ જંગલો અને તેમાં બનેલી ડઝન જેટલી કુદરતી ગુફાઓ મોટો રોડો બની રહી છે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ જંગલમાં આતંકીઓ છૂપાયેલા છે. જેના કારણે તેમને શોધવામાં સમય લાગી રહ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે પહેલા કહ્યું હતું કે આતંકીઓને જોઈ લીધા છે અને તેમને ઘેરી લેવાયા છે. આ ઘેરામાં લશ્કરના ઉજ્જૈર ખાન સહિત ઓછામાં ઓછા 2 આતંકીઓ ઘેરાયેલા છે. ભારતીય સેનાએ કહ્યું હતું કે સેના અને પોલીસ ઓપરેશનને અંજામ આપવા માટે ડ્રોન અને અન્ય ઉચ્ચ ટેક્નોલોજીવાળા આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી રહી છે.
આતંકીઓને ઠેકાણે લગાવવા માટે ઘેરો
સુરક્ષાદળોએ કોકેરનાગના ગડોલે જંગલોના આખા જંગલ વિસ્તારને પોતાના ઘેરામાં લીધો છે. જેથી કરીને કોઈ પણ ભોગે તેઓ બચી શકે નહીં. આ અથડામણમાં ભારતીય સેનાના બે અધિકારી અને જમ્મુ કાશ્મી પોલીસના એક ડીએસપી શહીદ થયા હતા. જ્યારે શુક્રવારે અન્ય એક જવાન શહીદ થયો. આમ અત્યાર સુધીમાં 4 જવાન આ અભિયાનમાં શહીદ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube