શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલી આતંકવાદી મુઠભેડમાં ભારતીય સુરક્ષાબળોએ અંસાર ગજવત ઉલ હિંદના ચીફ આતંકવાદી હામીદ લલહારીને ઠાર માર્યો છે. જાકિર મૂસાના મોત બાદ ગજવત ઉલ હિંદને લલહારી લીડ કરી રહ્યો હતો. સુરક્ષાબળોની 2 આતંકવાદી થયેલી મુઠભેડમાં લલહારી ઠાર મરાયો છે. મૂસા બાદ અંસર ગજવત ઉલ હિંદની ઘાટીમાં કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદી જાકિર મૂસાના ખાત્મા બાદ આતંકવાદી સંગઠન અંસાર ગજવત ઉલ હિંદે પોતાના નવા ચીફની જાહેરાત કરી હતી. જાકિર મૂસા બાદ જમ્મૂ કાશ્મીરમાં ભય અને ફેલાવવાની જવાબદારી હામિદ લલહારી નામના આતંકવાદીને સોંપવામાં આવી હતી. 


હામિદ લલહારી સ્થાનિક આતંકવાદી છે. હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા કમાન્ડર મૂસાને 27 જુલાઇ 2017ના રોજ અંસાર ગજવત ઉલ હિંદનો ચીફ બનાવવામાં આવ્યો હતો. અંસાર હિંદ કુખ્યાત આતંકવાદી સંગઠન અલ કાયદાની ભારતની શાખાનું નામ છે. આ સંગઠનનું કામ ભારતમાં અલ કાયદાની ગતિવિધિઓને ફેલાવવાનું છે. 


જાકિર મૂસા 2003માં ચંદીગઢમાં એક એન્જીનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો. અચાનક અભ્યાસ છોડીને તે ગાયબ થઇ ગયો હતો. થોડા અઠવાદિયા બાદ મૂસા આતંકવાદી બનીને કશ્મીર પરત ફર્યો અને યુવા કાશ્મીરી આતંકવાદીઓનું પ્રતિનિધિત્વ કરતો હતો. શરૂઆતમાં તેણે હિજબુલ જોઇન કર્યું, પરંતુ વિવાદ પછી તેણે ગંભીર ગજવાત-ઉલ-હિંદ નામનું એક આતંકવાદી સંગઠન બનાવી લીધું હતું. 

આતંકવાદનો નવો પોસ્ટર બોય
જાકિર મૂસા જમ્મૂ કાશ્મીરમાં બુરહાની વાની બાદ આતંકવાદનો નવો પોસ્ટર બોય હતો. જમ્મૂ કાશ્મીર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી તેને શોધી રહ્યા હતા. સંયોગ છે કે જાકિર મૂસાને પુલવામાના લગભગ તે વિસ્તારમાં ઠાર મરાયો હતો જ્યાં 2016માં આર્મીએ હિજબુલના કમાન્ડર બુરહાની વાનીને ઢાર માર્યો હતો.