ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે સોમવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી બંધારણની કલમ 35એ એ લોકોના 3 મૌલિક અધિકારોનું હનન કર્યું. ખાસ કરીને એવા નાગરિકો કે જે ત્યાંના રહિશ ન હોય. સીજેઆઈની આ ટિપ્પણી કલમ 370ની નાબૂદીને પડકારનારી અરજીઓ પર 11મા દિવસની સુનાવણી દરમિયાન આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતા તરફથી એવો તર્ક આપવામાં આવ્યો કે આ કલમે જમ્મુ અને કાશ્મીરની પ્રગતિમાં બાધા પેદા કરી છે, ત્યારબાદ સીજેઆઈએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 35A એ દેશની જનતાના 3 મૂળભૂત હકનું હનન કર્યું. રાજ્ય સરકાર હેઠળ રોજગાર, જમીન ખરીદવાનો અને ત્યાં જઈને વસવાનો હક. 


સોલિસિટર જનરલે અરજીકર્તાઓની દલીલોનો જવાબ આપતા કહ્યું કે કલમ 35S હટવાથી જમ્મુ કાશ્મીરમાં રોકાણ આવવાનું શરૂ થઈ ગયું અને પોલીસ વ્યવસ્થા કેન્દ્ર પાસે હોવાથી પર્યટન પણ શરૂ થઈ ગયું. વ્યવસ્થામાં ફેરફાર બાદ લગભગ 16 લાખ પર્યટકોએ જમ્મુ કાશ્મીરમાં પ્રવાસ કર્યો છે. ક્ષેત્રમાં નવી હોટલ ખોલવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી છે. 


ભૂતકાળની ભૂલો સુધારી
જેના પર સીજેઆઈએ કહ્યું કે બંધારણના સિદ્ધાંત મુજબ ભારત સરકાર એક Perpetual Entity છે. સોલિસિટર જનરલે કહ્યું કે ભૂતકાળની ભૂલો આવનારી પેઢી પર પડવી જોઈએ નહીં. અમે 2019માં પાછલી ભૂલોને સુધારી છે. સરકાર પોતાને સુધારી શકે છે, જે અમે કર્યું. હું તે સુધારાને યોગ્ય ઠેરવી રહ્યો છે. 


કેન્દ્ર તરફથી મહેતાએ કહ્યું કે 2023 સુધીમાં જમ્મુ અને કાશ્મીરના બંધારણની કલમ 92 હેઠળ રાજ્યપાલ શાસન 8 વાર અને રાષ્ટ્રપતિ શાસન 3વાર લગાવવામાં આવ્યું છે. 


સોલિસિટર જનરલની દલીલ
બંધારણીય પીઠ સમક્ષ મહેતાએ દલીલ કરતા કહ્યું કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં CRPF ના કાફલા પર આતંકી હુમલા બાદ કેન્દ્રએ નક્કી કરી લીધુ હતું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંક અને અલગાવવાદ આ જ સ્પેશિયલ સ્ટેટસની આડમાં ફૂલીફાલી રહ્યો છે. આથી સૌથી પહેલા તેને ખતમ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે. 


કેન્દ્ર સરકાર તરફથી પેરવી કનારા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે એવી અનેક ચીજો થઈ અને તેનો ચરમ પુલવામાં હુમલા તરીકે 2019ની શરૂઆતમાં થયો. ત્યારબાદ પણ સરકારે આ પગલું અનેક ચીજો જેમ કે સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા વગેરેને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યું. 


જસ્ટિસે પૂછ્યા બે મહત્વના સવાલ
સુનાવણીના અંતમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ મહેતાને બે પહેલુંઓને સ્પષ્ટ કરવાનું કહ્યું. તેમણે પૂછ્યું કે શું લદાખને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવું એ તેને ડાઉનગ્રેડ કરવા જેવું છે? અરજીકર્તાએ આ જ તર્ક આપ્યો છે. બીજો એ કે કલમ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસનનો મહત્તમ કાર્યકાળ 3 વર્ષ છે. આપણે એ પાર કરી લીધા છે. આથી હવે સ્પષ્ટ કરો કે આ બધુ બંધારણની કઈ જોગવાઈ હેઠળ કરાયું. સરકાર સુનાવણીના 12માં દિવસે આ બંને સવાલના જવાબ અને પોતાનું વિસ્તૃત સ્પષ્ટીકરણ આપશે. 


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube