જમ્મુ કાશ્મીર : 370 હટાવવા મામલે અસદુદ્દીન ઓવૈસી વ્યાકુળ, PM મોદી પર લગાવ્યો Power નો આરોપ
ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદ મુસ્લિમ (AIMIM) પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 (Article 370) હટાવવા મામલે વિવાદીત નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાંથી અનુચ્છેદ 370 હટાવવું એ બંધારણની વિરૂધ્ધ છે. રાજ્યના લોકોનો મત જાણ્યા વિના આ નિર્ણય લેવો અયોગ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે, કાશ્મીરના લોકો ચાલાક છે તે અચાનક પ્રતિક્રિયા આપતા નથી.
નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદ મુસ્લિમ (AIMIM) પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 (Article 370) હટાવવા મામલે વિવાદીત નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાંથી અનુચ્છેદ 370 હટાવવું એ બંધારણની વિરૂધ્ધ છે. રાજ્યના લોકોનો મત જાણ્યા વિના આ નિર્ણય લેવો અયોગ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે, કાશ્મીરના લોકો ચાલાક છે તે અચાનક પ્રતિક્રિયા આપતા નથી.
સાથોસાથ તેમણે આરોપ લગાવ્યો કે સરકારને કાશ્મીરીઓથી નહીં પરંતુ જમીનથી પ્રેમ છે. મોદી સરકાર પોતાની તાકાતના જોરે આ નિર્ણય લઇ રહી છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં 80 લાખ લોકો રહે છે. કોઇ ટેલીફોન નથી ચાલુ, જુઠ્ઠાણું ફેલાવાઇ રહ્યું છે કોઇને અટકાવાય નથી. ઇન્ટરનેટ તો દુરની વાત છે. કહે છે કે રાજ્યમાં દિવાળી જેવો માહોલ છે તો એ લોકો પર લગાવેલા પ્રતિબંધ હટાવી દો. એ પણ તમારી સાથે ફટાકડા ફોડશે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં કોઇ બહારથી આવીને જમીન નથી લઇ શકતું. તમે શું કરવા ઇચ્છો છો? તમે એ કામ કરવા જઇ રહ્યા છો જે ચીને તિબ્બતમાં કર્યું છે. અમે હજુ વધુ 50 વર્ષ લડીશું. આ અમારી સલ્તનતની લડાઇ છે. હિન્દુસ્તાનના વડાપ્રધાને એ કરી બતાવ્યું જે તારીખે નથી કર્યું. જે હિન્દુસ્તાની સંવિધાનની દુહાઇ આપતા હતા એમને અલગાવવાદી બનાવી દીધા.