Jammu Kashmir Election Result: જમ્મુમાં ભાજપ હીરો, કાશ્મીરમાં ઝીરો...જાણો જમ્મુ કાશ્મીરમાં કોને ફાળે કેટલી સીટ
3 તબક્કામાં તમામ 90 બેઠકો પર શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન થયું જેના પરિણામમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધને બાજી મારી. જયારે ભાજપને જોઈએ તેવી સફળતા મળી નહીં. ત્યારે જમ્મુ કાશ્મીરમાં કયા પક્ષને કેટલી બેઠક મળી?. જોઈશું આ અહેવાલમાં...
જમ્મુ કાશ્મીર, જેને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 હટાવ્યા પછી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ. 3 તબક્કામાં તમામ 90 બેઠકો પર શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન થયું જેના પરિણામમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધને બાજી મારી. જયારે ભાજપને જોઈએ તેવી સફળતા મળી નહીં. ત્યારે જમ્મુ કાશ્મીરમાં કયા પક્ષને કેટલી બેઠક મળી?. જોઈશું આ અહેવાલમાં...
જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ હટાવ્યા પછી 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જમ્મુ કાશ્મીરના લોકોએ હોંશે-હોંશે મતદાન કર્યુ હતું. જેની અસર પરિણામમાં પણ જોવા મળી. જેમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધને કમાલ કરતાં બહુમત મેળવી લીધો. જમ્મુ કાશ્મીરના પરિણામો નેશનલ કોન્ફરન્સ માટે ખુશ ખબર લઈને આવ્યા. તો સૌથી મહેબુબા મુફ્તીની પાર્ટી પીડીપી માટે બેડ ન્યૂઝ લઈને આવ્યા. 2014માં યોજાયેલી ચૂંટણીમાં પીડીપીએ સૌથી વધુ 28 બેઠક જીતી હતી પરંતુ 2014માં યોજાયેલી ચૂંટણીમાં તેના ખાતામાં માત્ર 3 બેઠક આવી એટલે આ ચૂંટણીમાં તેને 25 બેઠકનું નુકસાન થયું છે. મહેબુબા મુફ્તીની દીકરી ઈલ્તિઝા પણ આ ચૂંટણીમાં હારી ગઈ.
જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસે ગઠબંધનમાં સરકાર બનાવશે. પરંતુ 2014ના પરિણામની સરખામણીએ કરીએ તો તેને પણ 6 બેઠકનું નુકસાન થયું છે. જોકે તેમ છતાં નેતાઓનો જુસ્સો હાઈ છે. કેમ કે તેના ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે....
પરિણામમાં કયા પક્ષને કેટલી બેઠક મળી તેની વાત કરીએ તો...
નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ 42 બેઠક મળી....
ભાજપ 29 બેઠક સાથે બીજા નંબરનો પક્ષ બન્યો...
કોંગ્રેસના ખાતામાં માત્ર 6 બેઠક આવી...
મહેબુબા મુફ્તીના પક્ષ PDPને 3 બેઠકથી સંતોષ માનવો પડ્યો...
જમ્મુ & કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સને 1 બેઠક મળી...
CPI(M)ના ખાતામાં પણ એક બેઠક આવી....
અપક્ષના ખાતામાં 7 બેઠક આવી...
આ તરફ આમ આદમી પાર્ટીએ જમ્મુ કાશ્મીરમાં ખાતું ખોલાવતાં ડોડા બેઠક જીતી લીધી. પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકે ભાજપ અને નેશનલ કોન્ફરન્સના ઉમેદવારને પરાજય આપતાં કાર્યકરોએ ઉજવણી કરી.
જમ્મુ કાશ્મીરમાં કેમ ભાજપ જીતવામાં નિષ્ફળ રહ્યું... તેના કારણો પર નજર કરીએ તો...
નંબર-1 અનુચ્છેદ 370ના મુદ્દાને સમજાવવામાં પાર્ટી નિષ્ફળ રહી
નંબર-2 અલગાવવાદી વિરોધી કાર્યવાહી ભારે પડી ગઈ
નંબર-3 મોદી સરકાર નોકરીના વાયદા મામલે નિષ્ફળ રહી
નંબર-4 સાથી પક્ષો સાથે ગઠબંધનથી કોઈ ફાયદો થયો નહીં
નંબર-5 રાજ્યનો દરજ્જો પાછો ન આપતાં લોકોમાં હતી નારાજગી
10 વર્ષ પછી જમ્મુ કાશ્મીરને પોતાના મુખ્યમંત્રી અને સરકાર મળશે. ત્યારે આશા રાખીએ કે નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસની ગઠબંધન સરકાર લોકોની આશા અને અપેક્ષા પૂરી કરવામાં સફળ નીવડે.