Jammu Kashmir Result: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે કારણ કે પ્રદેશની 90 બેઠકોમાંથી હાલ ભગવા પક્ષને 29 સીટો મળી છે. જ્યારે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી સાથે 49 સીટો મળી છે. જો કે આ બધામાં જમ્મુ ક્ષેત્રમાં આવનારી કિશ્તવાડ સીટ ખુબ ચર્ચામાં છે. કારણ કે મુસ્લિમ બહુમતી ધરાવતી આ બેઠક પર ભાજપના ઉમેદવાર શગુન પરિહારે જીત મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર 29 વર્ષના શગુને આતંકી હુમલામાં પિતા અને કાકાને ગુમાવ્યા છે. કિશ્તવાડ સીટ 521 મતોના માર્જિનથી તેમણે જીતી છે. કિશ્તવાડ સીટ પર ભાજપના ઉમેદવાર શગુન પરિહાર હતા જ્યારે નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહેમદ કિચલૂ અને પીડીપીના ફિરદૌસ અહેમદ ટાક ચૂંટણીના મેદાનમાં હતા. શગુનને 29,053 મતો જ્યારે સજ્જાદ અહેમદને 28,532 મત જ્યારે ત્રીજા નંબરે રહેલા ફિરદૌસ અહેમદને ફક્ત 997 મત મળ્યા છે. આ રીતે મુસ્લિમ બહુમતી ધરાવતી આ બેઠક પર કાંટાની ટક્કરમાં શગુન પરિહારે 521 મતોથી જીત મેળવી છે. 



સુરક્ષા મારા માટે જરૂરી
પોતાની જીત પર શગુન પરિહારે કહ્યું કે સૌથી પહેલા હું જે કરીશ તે એ છે કે સુરક્ષાના કારણે આપણે આપણી સેનાના જવાનોને ગુમાવ્યા છે, મે મારા પિતાને ખોયા છે. કેટલાક લોકોએ પોતાના ભાઈઓ અને પુત્રોને ગુમાવ્યા છે. મારી કોશિશ એ સુનિશ્ચિત કરવાની હશે કે દરેક ઘરમાં ખુશીઓ હોય. શગુને 2018માં આતંકી હુમલામાં પિતા અને કાકાને ગુમાવ્યા હતા. આ હુમલો હિજબુલ મુજાહીદ્દીને કર્યો હતો.