J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, બારામુલ્લામાં એન્કાઉન્ટરમાં 3 પાકિસ્તાની આતંકીઓનો ખાતમો
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે આપેલી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં ત્રણ પાકિસ્તાની આતંકીઓનો ખાતમો કરાયો છે. જ્યારે આ જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થયો છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે આપેલી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં ત્રણ પાકિસ્તાની આતંકીઓનો ખાતમો કરાયો છે. જ્યારે આ જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થયો છે.
બારામુલ્લાના ક્રિરી વિસ્તારના નજીભટ ક્રોસિંગ પાસે આજે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ પાકિસ્તાની આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા. આ ત્રણેય આતંકીઓ ઘૂસણખોરી કરીને આવ્યા હતા. એક પોલીસકર્મી પણ શહીદ થયો. અત્રે જણાવવાનું કે કાશ્મીરમાં હવે આતંકીઓએ ટાર્ગેટ કિલિંગ શરૂ કર્યું છે. ગઈ કાલે શ્રીનગરના સૌરા વિસ્તારમાં આતંકીઓએ એક પોલીસ કોન્સ્ટેબલને ઘરની બહાર ગોળીએથી વિંધી નાંખ્યો. આ ઘટનામાં પોલીસકર્મી શહીદ થયો અને તેની સાત વર્ષની પુત્રી ઘાયલ થઈ.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube