જમ્મુ : આંતરરાષ્ટ્રીય સીમા પર શાંતિ બહાલ કરવા માટે પાકિસ્તાનની અપીલ બાદ બીએસએફ અને પાક રેન્જર્સ સીઝફાયર પર સંમત થઇ ચુક્યા છે. ભારત અને પાકિસ્તાનની તરફથી નેતૃત્વ કરી રહેલ બંન્ને એજન્સીઓ વચ્ચે સોમવારે 15 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન બંન્ને એજન્સીઓ સીમા પર શાંતિ જાળવી રાખવા માટે તૈયાર થઇ ગયા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠકમાં બીએસએફની તરફથી 3 ટોપ અધિકારીઓ અને પાક રેન્જર્સની તરફથી સ્યાલકોટનાં સેક્ટર કમાન્ડરે ભાગ લીધો હતો. સિઝ ફાયર પર સંમતી સધાયા બાદ બીએસએફની તરફથી સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવશે તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે. બેઠક દરમિયાન બીએસએફએ સીમા પર થઇ રહેલ સીઝફાયરનાં ઉલ્લંઘન અંગે ઉંડી નારાજગી વ્યક્ત કરી હતી 

જો કે બંન્ને પોત પોતાનાં સ્તર પર સીઝફાયરને જાળવી રાખવા માટે સંમત થયા છે. બંન્ને વચ્ચે થયેલી સમજુતીમાં તે પણ કહેવમાં આવ્યું કે, કોઇ પણ પ્રકારના ભ્રમને દુર કરવા માટે સતત વાતચીત કરવામાં આવશે અને બેઠકો પણ સતત રાખવામાં આવશે. 

બીજી તરફ નોર્ધન કમાન્ડના કમાન્ડિંગ ચીફ લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે શ્રીનગરમાં મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સાથે મુલાકાત કરી હતી. ગત્ત થોડા દિવસોમાં સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત્ત ચાર દિવસમાં અત્યાર સુધી ખીણમાં આતંકવાદીઓની તરફથી 15 ગ્રેનેડ હૂમલા પણ કરવામાં આવી ચુક્યા છે. 

પુલવામા અને શોપિયામાં આતંકવાદીઓની તરફથી ફેંકાયેલા ગ્રેનેડથી સીઆરપીએફનાં 4 જવાન ઘાયલ થઇ ચુક્યા છે. આતંકવાદીઓએ પેટ્રોલિંગ પાર્ટી પર પણ ગ્રેનેડ ફેંક્યા હતા.