નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું છે કે આતંકી સંગઠનો કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. આ સાથે જ તેમણે કહ્યું કે કાશ્મીરમાં તમામ વિસ્તારોમાં વીજળી પાણીની સુવિધાઓ પૂર્વવત થયેલી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની કોઈ જાનમાલની હાનિ થઈ નથી. જમ્મુ અને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અંગે મીડિયાને એક પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપતા તેમણે આ વાત જણાવી. તેમની સાથે આ પત્રકાર પરિષદમાં રાજ્યના પ્રધાન સચિવ રોહિત કંસલ પણ હાજર હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરમાણુ બોમ્બના ઉપયોગ પર રક્ષા મંત્રીએ આપ્યું મોટું નિવેદન, પાકિસ્તાનને લાગશે ઝટકો


મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં કોઈ પણ રસ્તા,-હાઈવે બંધ નથી. સરકારી કર્મચારીઓ આજથી સુચારુ રૂપથી કામકાજ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે લોકોની સ્વતંત્ર રીતે અવરજવર અને ટેલિકોમ કનેક્ટિવિટી પર પ્રતિબંધ ઉપરાંત શાળાઓ અને કોલેજોને બંધ રખાઈ હતી. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા કાયદાકીય જોગવાઈઓ મુજબ કેટલાક લોકોને સુરક્ષા કારણોસર અટકાયતમાં રખાયા હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...