શ્રીનગર : કાશ્મીરના શંકરપોરાના બાજપના ઉમેદવાર બશીર અહેમદ મીર શ્રીનગર નિગમ (SMC) ચૂંટણીમાં માત્ર 7 મતના અંતરથી પાર્ષદની પસંદગી થઇ હતી. રસપ્રદ બાબત એ છે કે 8 ઓક્ટોબરના રોજ શહેરનાં બહારનાં વિસ્કારમાં શંકરપુરા વોર્ડમાં માત્ર 9 મત જ પડ્યા હતા. મીર પોતાની જીત મુદ્દે આશ્વસ્ત હતા કે તેમણે મતદાન પુર્ણ થયા બાદ તુરંત જ મતદાન કેન્દ્ર ખાતે પોતાની જીતની જાહેરાત કરી દીધી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે અહીં એસકેઆઇસીસીમાં પત્રકારને કહ્યું કે, વોર્ડમાં કુલ 9 મત પડ્યા, જેમાંથી મને આઠ મત મળ્યા. મારા વિપક્ષી ઉમેદવારને માત્ર એક જ મત મળ્યો. એસકેઆઇસીસીમાં મતગણતરી થઇ. શહેર બાઘી મહેતાબ વિસ્કારમાં શંકરપુરા વોર્ડ માટે મતદાન ચાર તબક્કાનાં શહેરી સ્થાનિક એકમ ચૂંટણી પહેલા તબક્કામાં કરવામાં આવ્યું હતું. 

ખીણમાં આ વખતે નિગમ ચૂંટણીમાં બે મહત્વની પાર્ટીઓ નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ હિસ્સો લીધો હતો. કાશ્મીર ખીણની આ ચૂંટણીમાં ભાજપને અભૂતપુર્વ જીત પ્રાપ્ત થઇ રહી છે. ખીણનાં ચાર જિલ્લા અનંત નાગ, કુલગામ, પુલવામાં, શોપિયાનાં 20 સ્થાનિક એકમમાંથી ઓછામાં ઓછી ચાર પર પાર્ટીઓએ પોતાનો કબ્જો જમાવ્યો છે. દક્ષિણ કાશ્મીરનાં 94 વોર્ડોનું પરિણામ હજી સુધી જાહેર નથી કરવામાં આવ્યું, જેમાંથી કોંગ્રેસ 28 સીટો જીતવામાં સફળ રહી છે. આ પ્રકારે પાર્ટીએ ઓછામાં ઓછા ત્રણ સ્થાનિક એકમનો પર પોતાનું નિયંત્રણ કરી લીધું છે. 

જો કે તે પણ સત્ય છે કે આ વખતે મતદાનું પ્રમાણ ઘણુ ઓછું રહ્યું. જો કે જમ્મુ અને લેહમાં વોટિંગના પ્રમાણમાં કોઇ ખાસ ફરક નહોતો પડ્યો. દક્ષિણ કાશ્મીરનાં આતંક પ્રભાવિત ચાર જિલ્લાનાં શહેરી સ્થાનિક નિગમ ચૂંટણીમાં ભાજપે 132 વોર્ડોમાંથી 53માં જીત પ્રાપ્ત કરી છે. અહીં આ મહીને ચાર તબક્કામાં મતદાન આયોજીત કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારીઓએ આ માહિતી આપી હતી.