જમ્મૂ-કાશ્મીર સિવિક બોડી ઇલેક્શન: બીજા તબક્કામાં 165 વોર્ડમાં મતદાન, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
165 વોર્ડ પર વોટિંગ કરવામાં આવશે. આ તબક્કામાં લગભગ 200થી વધારે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેમાંથી 62 ઉમેદવારોને કોઇપણ વિરોધ વગર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના સિવિક બોડી ચૂંટણીના બીજા તબક્કા માટે આજે (બુધવારે) રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલું મતદાનમાં શામેલ થવા માટે લોકો પોલિંગ બૂથો પર લાઇનો લગાવતા જોવા મળી રહ્યા છે. ચૂંટણી માટે જમ્મૂ-કાશ્મીર પોલીસ દ્વારા સંઘન સુરક્ષા હાથ ધરવામાં આવી છે. ચૂંટણીવાળા ક્ષેત્રોમાં સુરક્ષા દળો જોવા મળી રહ્યા છે, કેમકે જનતા વચ્ચે કોઇપણ પ્રકારનો ભય જોવા મળે નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે મતદાન સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ચાલશે.
200 ઉમેદવારો નસીબ પર લગાવી રહ્યાં છે દાવ
બીજા તબક્કામાં રાજ્યમાં 165 વોર્ડ પર વોટિંગ થઇ રહ્યું છે. આ તબક્કામાં લગભગ 200 જેટલા ઉમેદવારે મેદામાં ઉતર્યા છે, જેમાંથી 62 ઉમેદવાર વિરોધ વગર વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે લગભગ 50 વોર્ડ એવા છે જ્યાં કોઇપણ ઉમેદવારનું નામાંકન કરવામાં આવ્યું નથી. આ બીજા તબક્કામાં લગભગ દોઢ લાખથી વધુ મતદારો છે. દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાની અનંતનાગ મ્યૂનિસિપલ કોર્પોરેશનના 25 વોર્ડમાં 16 પર મતદાન થઇ રહ્યું છે. અહીંયા 47 ઉમેદવારો તેમના નસીબ પર જોર લગાવી મેદાનમાં ઉતર્યા છે. કુલ 47923 મતદાર છે. અનંતનાગના 9 વોર્ડ પર ઉમેદવાર વિરોધ વગર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
મ્યૂનિસિપલ સમિતિ બિજબિહેડામાં 17 વોર્ડ છે જેમાં 5 વોર્ડ પર ઉમેદવારોને વિજતા જાહેર કરવામાં આવ્યા છે અને 12 પર કોઇપણ ઉમેદવારનું નામાંકન થયુ નથી. અહીંયા 12044 મતદાતા છે. કુલગામ જિલ્લામાં મ્યૂનિસિપલ યારિપુરાના 6 વોર્ડમાંથી 3 પર ઉમેદવારો વિરોધ વગર વિજેતા કરવમાં આવ્યા છે. જ્યારે 3 પર કોઇપણ ઉમેદવારનું નામાંકન કરવામાં આવ્યું નથી. અહીંયા કુલ 3729 મતદારો છે. ફ્રિસલના 13 વોર્ડમાં કોઇપણ વોર્ડ પર કોઇપણ ઉમેદવારનું નામાંકન થયુ નથી. અહીંયા કુલ 3409 મતદારો છે.
ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં વતરગામ અને કુંજર મ્યૂનિસિપલ સમિતિ પર ચૂંટણી થવાની છે. વતરગામમાં કુલ 13 વોર્ડ છે જેમાં 1 વોર્ડ પર ચૂંટણી થવાની છે જેમાં 2 ઉમેદવારો ઉભા રહેશે. જ્યારે 4 વોર્ડ ખાલી છે, જ્યાં કોઇપણ ઉમેદવારનું નામાંકન કરાવ્યું નથી અને 8 ઉમેદવાર વિરોધ વગર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અહીંયા કુલ 4407 મતદાતા છે. ત્યાં કુંજરના 7 વોર્ડમાંથી 2 પર કોઇ ઉમેદવાર ઉભો થયો નથી, જ્યારે 5 ઉમેદવાર વિરોધ વગર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અહીંયા કુલ 1366 મતદાતા છે. કુપવાડા જિલ્લામાં લંગેટ મ્યૂનિસિપલ સમિતિના 13 વોર્ડમાં માત્ર 2 વોર્ડમાં મતદાન થશે. જ્યારે 2 વોર્ડમાં કોઇપણ ઉમેદવારનું નામાંકન કરવામાં આવ્યું નથી અને 9 ઉમેદવાર વિરોધ વગર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. લંગેટમાં કુલ 4572 મતદાતા છે અને કુલ 4 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે.
શું છે બાંદીપુરા ક્ષેત્રમાં મતદાન અને મતદાતાના હાલ
આ વચ્ચે બાંદીપુરા જિલ્લાના સુમ્બલ મ્યૂનિસિપલ સમિતિના 13 વોર્ડમાંથી 11 વોર્ડ પર મતદાન થશે જ્યારે 2 ઉમેદવાર વિરોધ વગર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. સુમ્બલમાં કુલ 33 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે અને કુલ મતદાતા 9048 છે. મધ્ય કાશ્મીરમાં બડગામ જિલ્લામાં ચરારે શરીફ, બીરવાહ અને માગામ મ્યૂનિસિપલ સમિતિમાં ચૂંટણી થવાની છે. ચરારે શરીફમાં 13 વોર્ડમાંથી 11 વોર્ડમાં ઉમેદવારો વિરોધ વગર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 2 વોર્ડમાં કોઇપણ ઉમેદવારનું નામાંકન કરવામાં આવ્યું નથી. અહીંયા કુલ 7587 મતદારો છે. બિરવાહમાં 13 વોર્ડમાં 12 પર કોઇપણ ઉમેદવારનું નામાંકન ભરવામાં આવ્યું નથી, જ્યારે 1 વોર્ડ પર ઉમેદવાર વિરોધ વગર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અહીંય કુલ 3555 મતદાતાઓ છે. ત્યારે માગામના 13 વોર્ડમાંથી 7 પર ઉમેદવારો વિરોધ વગર વિજેતા જાહેર કરાવમાં આવ્યા છે. જ્યારે 6 વોર્ડમાં મતદાન કરાવમાં આવશે.
શ્રીનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં 19 વોર્ડ પર મતદાન
શ્રીનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની વાત કરીએતો અહીંયા વોર્ડ નંબર 18થી 37 (કુલ 20 વોર્ડ) પર મતદાન કરવામાં આવશે. મળતી જાણકારીઓ અનુસાર અહીંયા 19 વોર્ડ એવા છે જ્યાં મતદાન થવાનું છે. જ્યારે 1 પર ઉમેદવાર વિરોધ વગર વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. અહીંય કુલ 72 ઉમેદવારો એવા છે જેઓ મેદાનમાં ઉતરાવના છે.