જમ્મુ કાશ્મીર: રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગવાથી શું પરિવર્તન આવશે ?
કેન્દ્રીય કેબિનેટને આતંકવાદ ગ્રસ્ત આ રાજ્ય અંગે તમામ નીતિગન નિર્ણયો લેવાનો માર્ગ પ્રશસ્ત થઇ ચુક્યો છે, ધારાસભાની તમામ શક્તિઓ હવે કેન્દ્ર સરકાર પાસે આવી ચુકી છે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં છ મહિનાનાં રાજ્યપાલ શાસન બાદ બુધવારે મધરાતથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ સંદર્ભે જાણીએ કે રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ રાજ્ય અને તેનાં વહીવટ પર શું અસર પડશે. રાજ્યનાં વહીવટમાં કોઇ પરિવર્તન આવશે કે આ માત્ર એક અધિકારીક અને ઔપચારિક ઘટના છે અને તેની અસર રાજ્યનાં વહીવટ પર નહી પડે તે અંગેની વિસ્તૃત માહિતી....
જમ્મુ કાશ્મીરમાં મધરાત્રે રાષ્ટ્રપતિ શાસન લાગુ, મોદી સરકાર લેશે તમામ નિર્ણય...
1. અગાઉ કેન્દ્રીય કેબિનેટને આતંકવાદથી ગ્રસ્ત આ રાજ્ય અંગે તમામ નીતિગત્ત નિર્ણયો લેવાનો માર્ગ પ્રશસ્ત થઇ જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્યાં કેન્દ્રીય શાસન લગાવવાની અધિકારીક જાહેરાત પર હસ્તાક્ષર કરી દીધા છે.
2. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે જમ્મુ કાશ્મીરનાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણવાળી રાજ્યનાં રાજ્યપાલ સત્યપાલ મલિકનાં રિપોર્ટમાં સોમવારે નિર્ણય કર્યો હતો. સંવિધાનનાં અનુચ્છેદ 14 (1) (I) હેઠળ વડાપ્રધાનનાં નેતૃત્વમાં મંત્રિપરિષદ રાષ્ટ્રપતિને મદદ કરશે અને સલાહ આપશે.
મુંબઇના ટ્રાઇડેંટ હોટલમાં લાગી આગ, રેસક્યું ઓપરેશન ચાલું...
3. રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત બાદ સંસદ રાજ્યની ધારાસભાની શક્તિઓનો ઉપયોગ કરી શકે છે. તેના હેઠળ આવતા તમામ વિભાગો અને નિગમોને નિર્દેશ આપી શકશે અને તેનાં તમામ નીતિગત નિર્ણયો લઇ શકશે.
4. જમ્મુ કાશ્મીરનું અલગ સંવિધાન છે. એવા કિસ્સાઓમાં જમ્મુ કાશ્મીરનાં સંવિધાનના અનુચ્છેદ 92 હેઠળ ત્યાં છ મહિનાનું રાજ્યપાલ શાસન છે. તેના હેઠળ ધારાસભાની તમામ શક્તિઓ રાજ્યપાલ પાસે આવી જાય છે.
5. મહેબુબા મુફ્તી નીત ગઠબંધ સરકાર સાથે જુનમાં ભાજપની સમર્થન કેંચી લેવાયા બાદ જમ્મુ કાશ્મીરમાં રાજનીતિક સંકટ પેદા થઇ ચુક્યું છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનાં સમર્થનનાં આધારે પીડીપીએ જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. ત્યાર બાદ રાજ્યપાલે 21 નવેમ્બરે 87 સભ્યોની વિધાનસભા ભંગ કરી દીધી હતી.
અમેરિકાની જાહેરાત, સીરિયાથી પાછા બોલાવવામાં આવશે તમામ સૈનિક...